વડોદરા ની પારુલ યુનિવર્સીટી માં રાત ના સમયે એક વિર્દ્યાર્થિની ને પોતાની રૂમ માં બોલાવી તેની ઉપર સેક્સ લીલા કરવા
ના ગંભીર આરોપ માં જેલ ભેગા થયેલા મોટી ઉમર ના વૃદ્ધ ની તબિયત લથડતા તેવો ને હોસ્પિટલ માં લઇ જવાયા હતા પારૂલ યનિવર્સિટીની વિદ્યાર્થિની પર થયેલા દુષ્કર્મ કેસમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ જયેશ પટેલે શ્વાસોશ્વાસની અને આંખોની તકલીફની ફરિયાદ કરતાં જેલ તંત્ર દ્વારા ચેક અપ માટે એસએસજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જયેશ પટેલે થોડા દિવસ પૂર્વે જામીન માટે અરજી કરતાં સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
અગાઉ જયેશ પટેલે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી
વડોદરા નજીક વાઘોડિયા પાસે આવેલી પારૂલ યુનિવર્સિટીની નર્સિગની વિદ્યાર્થીની પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપી જયેશ પટેલ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. તેણે શિયાળાની અસરના પગલે શ્વાસોશ્વાસની તકલીફ અને આંખોની તકલીફની હોવાની ફરિયાદ જેલ તંત્રને કરતાં આજે બપોરે તેને સયાજી હોસ્પિટલમાં તપાસ અર્થે લવાયો હતો. તબીબી સારવાર માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે.
સેસન્સ કોર્ટે જામીન ફગાવી દીધા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે,વડોદરા સેસન્સ કોર્ટમાં આરોપી જયેશ પટેલે થોડા દિવસ પૂર્વે જામીન અરજી કરી હતી. જે અંગેની સુનાવણી વડોદરા સેસન્સ કોર્ટમાં હાથ ધરાતા આરોપી તરફથી વકીલ કૌશિક ભટ્ટ અને સરકારી વકીલ વર્ષા રાવે સામ-સામે ચોટદાર દલીલો કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સેસન્સ જજ એ.એલ.વ્યાસે જયેશ પટેલની જામીન અરજી નામંજૂર કરી હતી.જયેશ પટેલ આ પ્રકરણ માં ભારે ચર્ચા માં રહ્યા છે