વડોદરા માં લવ જેહાદ ના કિસ્સા એ ભારે ચકચાર મચાવી છે અને હિન્દૂ સંગઠનો એ ભારે વિરોધ કરતા મામલો ગરમાયો છે.
અહીં ના નાગરવાડા વિસ્તારમાં બ્રાહ્મણ યુવતીને ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ યુવકે નિકાહ કરી લીધા બાદ બંનેને પોત પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે યુવતીની આખા દિવસ દરમિયાન સ્થાનિક નેતાઓએ મુલાકાત કરી સમજાવવાના પ્રયાસો આદર્યા હતા. જ્યારે યુવકના પિતા અને વકિલે પણ વાત કરવાનું ટાળ્યું હતુ. હજી બંનેનું 3-4 દિવસ સુધી કાઉન્સેલિંગ કરાશે.
ધર્મ પરિવર્તન કરનાર બ્રાહ્મણ યુવતી ના જણાવ્યા મુજબ પોતે અયાઝ ને છ વર્ષથી ઓળખે છે મિત્રો થકી અમે સતત એકબીજાના સંપર્કમાં હતા. અમારો આ પરિચય પ્રેમમાં ફેરવાયો હતો. જે બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. પાંચ દિવસ પહેલાં તે મને લગ્ન કરવા માટે મુંબઈ લઈ ગયો હતો અને ત્યાં મારી સાથે તેણે લગ્ન કર્યા હતા. જોકે ત્યાર પછી હું બુધવારે વડોદરા આવી હતી. બાંદ્રાની મસ્જિદમાં મને લઇ જવાઇ હતી અને મારા લગ્ન થયા હતા. હવે હું અયાજ ને હિન્દુ બનવા માટે વિચારી રહી છું.
બીજી તરફ લવજેહાદ નો જાહેર માં વિરોધ કરનાર સાંસદ રંજનબહેન ભટ્ટ યુવતીને મળવા સીધા દિલ્હીથી વડોદરા આવ્યા બાદ યુવતી ને મળ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય સીમાબેન મોહિલે તથા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મહામંત્રી સુનિલ સોલંકી અને હિન્દુ સંગઠનોના આગેવાનો પણ હતા અને યુવતી ને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. દિવસભર આ યુવતી ને જ્યાં રખાઇ હતી ત્યાં ઘણા નેતા અને હિન્દુ સંગઠનોના અગ્રણીપહોંચ્યા હતા અને યુવતીને મળી આંતરધર્મમાં લગ્ન કર્યા બાદ તથા ધર્મ પરિવર્તન બાદ ઉભી થતી મુશ્કેલી સહિતની જાણકારી આપી હતી. વડોદરા ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહે કહ્યું- અમે યુવતીને મળી પુછ્યું હતું કે, એકબીજાને સરખો પ્રેમ કરો છો તો તમે જે રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો તે રીતે યુવક તમારા માટે હિન્દુ ધર્મ સ્વીકારશે?
