વડોદરા માં કોરોના બેકાબુ બન્યો છે અને વાઘોડિયા રોડ ઉપર રહેતા MD ફિઝિશિયન તબીબ સહિત વધુ 7ના મોત સાથે વડોદરા માં માત્ર બે જ દિવસમાં કોરોના થી મૃતકોની સંખ્યા 22 પર પહોંચી જતા ચકચાર મચી જવા પામી છે અને સાથે જ 68 પોઝિટિવ કેસો પણ નોંધાતા કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 2,853 પર પહોચી ગયો છે.અહીં સંગમ વિસ્તારના એક ફોટોગ્રાફરનું અને મદનઝાંપા રોડ વિસ્તારમાં મોટર વાઇન્ડિંગ અને રિપેરિંગ કામ કરતા આધેડનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વડોદરા બહારના પણ શહેરમાં આવીને કોરોનાની સારવાર લઇ રહેલા બે દર્દીઓના પણ મોત નિપજ્યાં હતા.આમ છેલ્લા બેજ દિવસ માં 22 લોકો ના મોત થતા વડોદરા માં કેટલી હદે કોરોના સ્પ્રેડ થઈ રહ્યો છે તેની ગંભીરતા સમજી શકાય છે. અહીં ના વાધોડિયા રોડની નારાયણ સ્કૂલ પાસેના આદિત્ય ઓર્બિટ ખાતે રહેતા 46 વર્ષીય તબીબ ડો. અમીત શાહ ને કોરોના નો ચેપ લાગતા તેઓનું કરૂણ મોત થઈ ગયું હતું. તેઓ આ જ વિસ્તારની સવિતા હોસ્પિટલમાં સોમવારથી સારવાર હેઠળ હતા. દરમ્યાન ગતરોજ ગુરુવારે સવારે 8.30 કલાકે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તબીબે કોરોનાના પગલે પોતાનું ક્લિનિક બંધ કરીને પાણીગેટ વિસ્તારની એક સરકારી હોસ્પિટલ અને વાઘોડિયા રોડની એક ખાનગી હોસ્પિટલમાં હાલ સેવા આપી રહ્યાં હતા. દરમિયાન કોઇ પોઝિટિવ દર્દી નો ચેપ તેમને લાગી ગયો હોવાની શકયતા વ્યક્ત કરાઇ રહી છે આમ વડોદરા માં કોરોના બેકાબુ બનતા ભારે ટેંશન ઉભું થયું છે.
