રાજ્ય માં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ , વડોદરા ,સહિત મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત માં વરસાદ પડી રહ્યો છે.સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વડોદરા માં વહેલી સવાર થી વરસાદ ચાલુ છે અને સાર્વત્રિક વરસાદ ને પગલે ખેડૂતો માં ખુશી ની લાગણી પ્રસરી ગઈ છે. કાઠીયાવાડ માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયામાં બે કલાકમાં ૧૨ ઈંચ અને ૮ કલાકમાં ૧૮ ઈંચ વરસાદ વરસી જતા ખંભાળીયા જળતરબોળ બની ગયું હતું. ગામમાં નીચાણવાસમાં પાણી ભરાયા હતા. અનેક કાર પાણીમાં ડૂબી ગઈ હતી. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં કોડિનારમાં ૫ થી ૬ ઈંચ, તાલાલા, ઉના, મોટી પાનેલી, ખાંભા, રાજુલામાં ૨ થી ૩ ઈંચ, માળિયાહાટીનામાં ૬ ઈંચ વરસાદ વરસી ગયો હતો.
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં ૪ ઈંચ જ્યારે તાલુકામાં ૬ ઈંચ વરસાદ વરસ્યો હતો. વેરાવળ અને તાલાળામાં અઢી થી સાડા ત્રણ ઈંચ, ઉના અને ગીરગઢડામાં ર થી ૩ ઈંચ, સૂત્રાપાડાના મોરડીયા ગામે સાડા ૬ થી ૭ ઈંચ, કોડીનાર તાલુકામાં પ થી ૬ ઈંચ અને ડોળાસામાં બે ઈંચ, જૂનાગઢ જિલ્લામાં વિસાવદર અને માળીયા હાટીનામાં ૬ ઈંચ, માણાવદરમાં ર ઈંચ, કેશોદમાં પોણા બે ઈંચ અને મેંદરડામાં દોઢ ઈંચ, જૂનાગઢ શહેરમાં ૧ ઈંચ, તાલાલા પાસેના ભીમદેવળ, રાતીધાર, રામપરા સહિતના વિસ્તારોમાં પ થી ૬ ઈંચ, પોરબંદરમાં પોણા ત્રણ ઈંચ, રાણાવાવા, કુતિયાણામાં દોઢ ઈંચ જયારે ચોરવાડમાં ર ઈંચ વરસાદ પડયો છે.