ગુજરાતમાં વડોદરાથી લઈ દક્ષિણ ગુજરાતના સુરત અને છેક વલસાડ સુધી કેટલીક મોબાઈલ શોપવાળા બિન્દાસ જીએસટી ચોરી કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહયા છે,કસ્ટમ ડ્યુટી અને જીએસટીની ચોરી કરી ખુબજ કમાણી કરી રહેલા તત્વો ખુબજ પહોંચેલી માયા છે.
એપલ કંપનીના મોબાઈલ ઉપર જીએસટી ચોરીનું મોટું નેટવર્ક ચાલી રહ્યુ છે જેમાં વડોદરા,સુરત મુખ્ય માર્કેટ છે અને વલસાડ જેવા નાનકડા ટાઉનમાં પણ ઉંચું એપલ મોબાઈલનું માર્કેટ હોય મોટી ડિમાન્ડ છે.
જીએસટી આ મોબાઈલ શોપ પર લાંબા સમયથી ગ્રાહકોને કાચા બિલ પર મોબાઈલ વેચીને GSTની ચોરી કરવામાં આવી રહી હોવાની વાત વચ્ચે અત્યારસુધીમાં કરોડો રૂપિયાના એપલ સહિતની મોંઘી બ્રાન્ડના મોબાઈલ વેચાઇ ચુક્યા છે અને હજુપણ વેચવાનો ધંધો ચાલુ રહ્યો છે. આટલું જ નહીં, મોબાઈલ શોપ પર બિલ વગર ખરીદાયેલા મોંઘા મોબાઈલ નક્કર બિલ આપ્યા વગર ગ્રાહકોને વેચવામાં આવી રહ્યા હતા. આ રીતે ખરીદ અને વેચાણ બંનેમાં જીએસટીની ચોરી કરીને સરકારને નુકસાન થઈ રહ્યું હતું.
જીએસટીની ચોરી કરતા મોબાઈલ શોપના ઠગ ભગતો ટેક્સથી બચવા બીજી એક સરસ રીત શોધી કાઢી છે અને તે છે તેને ઓછી કિંમતે વેચવી.
મનીલો કે એક મોબાઈલની કિંમત 50 હજાર રૂપિયા છે. આવું તમારી સાથે ઘણી વાર થયું હશે, જ્યારે તમે દુકાનદાર પાસે પહોંચો છો, તો તે તમને કહે છે કે જો તમારે ટેક્સ ઇનવોઇસ જોઈએ છે, તો મોબાઈલની કિંમત 50 હજાર રૂપિયા છે અને જો તમારે નકલી બિલ જોઈએ છે, તો તેની કિંમત 45હજાર રૂપિયા થશે.
દુકાનદાર એમ પણ કહી શકે છે કે ટેક્સ ઇન્વૉઇસ 30 હજાર રૂપિયામાં બને છે અને તમે 15 હજાર રૂપિયા રોકડમાં ચૂકવો છો.
આ ડીલ બંને માટે ફાયદાકારક છે. પરંતુ આમાં સરકારને નુકશાન છે. જો તે નકલી બિલના આધારે મોબાઈલ વેચે છે, તો સરકાર સંપૂર્ણ ટેક્સ ગુમાવે છે. જો તે ઇનવોઇસ પર ઓછું બિલ બતાવે અને તેની સાથે રોકડ લે તો પણ સરકારને ઓછો ટેક્સ મળી રહ્યો છે.
આમ,વડોદરામાં આ ધંધો પુરજોશમાં ચાલી રહ્યો છે અને બહારથી સસ્તા ભાવે મોટી માત્રામાં મોબાઈલ લાવી વેચવામાં આવી રહયા છે અને સુરતમાં અને ત્યાંથી વલસાડના બજારોમાં મોંઘી કિંમતના એપલ મોબાઈલમાં બેફામ જીએસટી ચોરી કરવામાં આવી રહી છે અને એકજ દિવસમાં લાખ્ખોની જીએસટી ચોરી થઈ રહી હોવાનું ગોપનીય સૂત્રો જણાવી રહયા છે ત્યારે સબંધિત વિભાગ દ્વારા ખાનગીમાં તપાસ કરાવે તો મોટા ગફલા બહાર આવવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
(સત્યડે માં આવી મોબાઈલ શોપના નામજોગ યાદી ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે)ક્રમશઃ