વલસાડ જિલ્લા ઓટોરિક્ષા માલિક એસોસીએશન તેમજ વલસાડના ના રીક્ષા ચાલકો ધ્વારા તેઓને પડતી મુશ્કેલીઓ અંગે જિલ્લા કલેક્ટર અને રેલવે પોલીસને લેખિત રજૂઆત કરી તેનો ઉકેલ લાવવા માંગ કરી છે.
જેમાં જણાવાયા મુજબ હાલ તંત્ર દ્વારા રિક્ષાઓ માટે ૩૫ સ્ટેન્ડ ફાળવી આપેલા છે જે પૈકીનું એક વલસાડ રેલ્વે સ્ટેશન છે અને ૧૫૦ રીક્ષાનું જાહેર નામું મળેલ છે છતાં રીક્ષા એસોસીએશન દ્વારા ૧૦૦ જેટલા રીક્ષાવાળાઓ ને બીલ્લા આપેલા છે તેના નામ પુરાવા નામ સરનામું ફોન નંબર વગરેની નોંધ છે પરિણામે મુસાફરોની સેફટી તેમજ સામાનની જવાબદારી પણ રીક્ષા ચાલક ધ્વારા રાખવામાં આવે છે જો કોઈ ભૂલી જાયતો તેમનો સામાન
એ વ્યકિત સુધી પાછો પહોંચાડવામાં આવે છે અથવા તે વ્યકિત ના મળે તો એક નંબર પ્લેટફોર્મ પર જી.આર.પી. પોલીસ ચોકીમાં જમા કરાવવામાં આવે છે જોકે,હવે આવા રજિસ્ટર નથી તેવા બહારની રીક્ષામાં મુસાફર બેસી જાય છે અથવા રસ્તે ચાલતી રીક્ષામાં બેસી જાય અને સમાન ગુમ થાય તેવા સંજોગોમાં સ્ટેશન પર આવીને તેઓ સામાન શોધે છે અને કહે છે કે અમે અહીંયાથી જ રીક્ષામાં બેઠા હતા આમ બહારના રીક્ષાવાળા આવીને દાદાગીરી કરે છે અને આવો બનાવ બને ત્યારે આર.પી.એફ. ધ્વારા બીલ્લા વાળા રીક્ષા વાળા ને હેરાન કરાય છે ત્યારે બહારના રીક્ષાવાળાનો ત્રાસ દૂર કરવા સહિત
રેલ્વે સ્ટેશન રોડ ઉપર સર્જાતા ભારે ટ્રાફીક થવાની સમસ્યા દૂર કરવા પગલાં ભરવા માંગ થઈ છે.

જેમાં વલસાડ રેલ્વે સ્ટેશન ઉપર મોટા મોટા અધિકારીઓને લેવા માટે વાહનો આવતા હોય ટ્રાફીક સમસ્યા વકરે છે ઉપરાંત સ્ટેશન રોડ ઉપર ઘણી બધી દુકાનો પાસે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાના કારણે દુકાનદારો તેઓની દુકાનના બહાર બોર્ડ મુકે છે. જેમાં
ઉ.ડી.પી. હોટલ, રાજા રાની વડાપાઉ, સુપર સાયકલના દુકાનની સામે
ટ્રાફીક વધી જાય છે. આ જગ્યા ઉપર વન વે માં સી.સી.ટી.વી. કેમેરા લગાડવાની જરૂર છે. કારણ કે સુપર સાયકલ પાસેથી ઉ.ડી.પી. નો રસ્તો છે ત્યાં પણ ઘણો બધો ટ્રાફીક થાય છે. એમની પાસે પાર્કિંગ નથી.
સ્ટેશન રોડ ઉપર ઉ.ડી.પી. હોટલથી માંડીને સ્ટેશન જકાત નાકા પર કેમેરા લગાવવાની સખત જરૂરીયાત છે. અને સ્ટેશન રોડથી બીજા કોઈ એક રોડ બહાર જવાના પબ્લીક માટે જોગવાઈ કરવાની વિનંતી છે. કેમ કે એક જ રોડ પરથી નાની અને મોટી ગાડી પસાર થાય છે. જેથી કરીને ટ્રાફીક સમસ્યા વધે છે. તેથી એક રોડ બીજો હોય તો વ્યકિતઓ ચાર રસ્તાથી આવે અને બીજે રસ્તેથી બહાર જાય છે.
રેલ્વે પોસ્ટ ઓફીસ થી ડી.એસ.પી.ઓફીસ ચાર રસ્તા પર એક રસ્તો નીકળે એમ છે તે મુજબ થઈ શકે તેમ છે.
આમ આ બાબતે ઘટતુ કરવા માંગ થઈ હતી.
