વલસાડ જિલ્લામાં આજે સોમવારે 23 પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં ગુજકેટની પરીક્ષા આપી રહયા છે. આ પરીક્ષામાં (મેથ્સ)-ગ્રૂપના 2279, બી (બાયોલોજી) ગ્રૂપના 3047 અને એબી (મેથ્સ-બાયોલોજી મિશ્ર) ગ્રૂપના 41 વિદ્યાર્થીઓ ગુજકેટની આ પરીક્ષા આપી રહયા છે.
જિલ્લામાં આજે સવારે 10 થી 12 કલાક સુધી ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બપોરે 1 થી 2 વાગ્યા સુધી બાયોલોજી અને બપોરે 15 થી સાંજે 4 વાગ્યા સુધી મેથ્સ એમ કુલ 3 સેશનમાં પરીક્ષા હોય પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા,પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક, ડિજીટલ કે સ્માર્ટ ઉપકરણો અને બિન અધિકૃત સાહિત્યનો ઉપયોગ ન કરે તે માટે કલેકટર દ્વારા કલમ 144 હેઠળનું જાહેરનામું લાગૂ કરવામાં આવ્યું છે.
પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય લાવવા કે લઈ જવા માટે, ઝોન કચેરી ખાતે તેમજ પ્રત્યેક પરીક્ષા બિલ્ડીંગો પર સલામતી વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.