હાલ કોરોના ની મહામારી માં ભીડ એકત્ર નહિ કરવા સહિત લગ્ન અને મરણ પ્રસંગ માં પણ નિર્ધારિત લોકો થી વધુ માણસો ભેગા કરવા ઉપર પ્રતિબંધ છે ત્યારે લગ્ન માં વધુ લોકો એકત્ર કરવા બદલ વલસાડ જિલ્લા ના ધરમપુર તાલુકા ના ભાજપ પ્રમુખ કેતન વાઢુ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઇ છે.
પોતાના લગન માં ભારે ભીડ કરવા બદલ કુલ 11 લોકો સામે ફરિયાદ નોંધાઇ હોવાનું જાણવા મળ્યું છે.
ધરમપુર પોલીસ એ કોવિડ 19 ના જાહેર નામા નું ભંગ તેમજ વધુ ભીડ ભગી કરવા બદલ નોંધાયો ગુનો નોંધ્યો હતો પરંતુ
પાર્ટી ના દબાણ માં આવી પોલીસે આરોપી ઓને તાત્કાલિક છોડી મુકતા આ બાબત ભારે ચર્ચા નો વિષય બની છે.
ધરમપુર તાલુકા ની આ ઘટના થી સમગ્ર જિલ્લા માં ચકચાર મચી છે..
