વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારીનું બોર્ડ ધરાવતી બેફામ ગતિથી ધસી આવેલી વરના કારે કિમ ચાર રસ્તા પાસે બે ને અડફેટે માં લેતા ભારે અફરા તફરી મચી હતી જોકે પોલીસે પીછો કરી બેફામ બનેલા કાર ચાલક ને ઝડપી લીધો હતો જે પીધીલી હાલત માં જણાયો હતો.
કીમ ચાર રસ્તા વિસ્તારમાં સફેદ હોન્ડાઈ વરના કાર નંબર Gj 19 BA 6217ના ચાલકે ગાડીને પુરપાટ ઝડપે ભગાવી કીમ ચાર રસ્તા પરથી પિપોદરા તરફ જતા સર્વિસ રોડ ઉપર ફ્રુટની લારી લઈને ચાલતા જતા હારીજ બિરજા ગુપ્તાને અડફેટે લેતા તેઓને માથાના કપાળના ભાગે તથા મોઢાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાંરબાદ આ કારચાલકે અન્ય એક મોટર સાયકલ સવારને અડફેટે લઈ ભાગવાની કોશિશ કરી હતી, દરમ્યાન ચાર રસ્તા ખાતે બંદોબસ્ત માં હાજર કોસંબા પોલીસને આ અંગે જાણ થતાં ભાગી રહેલી હુંડાઈ વરના કારનો પીછો કર્યો હતો.પરિણામે કારનો ચાલકે કાર છોડીને ભાગવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ કોસંબા પોલીસે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા ઈસમ ની પૂછતાછ માં તેણે પોતાનું નામ રફિકભાઈ મહમદભાઇ મિર્ઝા (રહેવાસી રોયલ પાર્ક કીમ ચાર રસ્તા) હોવાનું જણાવ્યું હતું , પોલીસે તેની ચકાસણી કરતા તેના મોઢામાંથી દારૂની તીવ્ર વાસ આવતી હતી અને પોતાનું સંતુલન પણ જાળવી શકતો ન હોવાનું ખુલ્યું હતું આમ પીધેલી હાલત માં 2 અકસ્માત કરીને ભાગી રહેલો પીઘ્ધડ કોઈની જિંદગી ઝૂંટવી લે તે પહેલાં પોલીસે તેને પકડી ને પાંજરે પૂર્યો હતો.
