અરબી સમુદ્રમાં સક્રિય થયેલું નિસર્ગ વાવાઝાડું મહારાષ્ટ્ર અને દમણ થઇને દ.ગુ. ઉપર થી પસાર થવાની શક્યતાને લઇ તંત્ર એલર્ટ છે.જો કે હવામાન વિભાગે દ.ગુ.માં વાવાઝોડાની અસર નહિ થાય તેવી આગાહી કરી છે,પરંતું ભારે વરસાદ પડવાની શકયતા ને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમુદ્રી કાંઠાના 35 ગામોમાં અંદાજિત 20 હજાર લોકોનું સ્થળાંતર કરી જમવાની વ્યવસ્થા કરાઈ છે.હાલ માં વાપી , દમણ ,વલસાડ સહિત ના ભાગો માં વરસાદી માહોલ છે , દમણ માં સતત વરસાદ ચાલુ છે અને દરિયા માં કરંટ જોવા મળી રહ્યો છે ,જોકે ગતરોજ થી જ કાંઠા વિસ્તારના 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની કાર્યવાહી દિવસભર ચાલી હતી જેમાંવલસાડ, પારડી અને ઉમરગામ તાલુકાના દરિયા કિનારાને લાગૂ 35 ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સલામત સ્થળે પહોંચી જવા સૂચના અપાઈ હતી.
તિથલ, કોસંબા, હિંગરાજ સહિતના ગામના સરપંચોએ ગામમાં રિક્ષા ફેરવી રહીશોને સલામત સ્થળે પહોંચી જવા અપીલ કરી હતી અને પ્રાથમિક શાળાઓમાં રહેવા ખાવા પીવા ની જરૂરી વ્યવસ્થા કરી દેવાની કામગીરી કરી હતી. ઉપરાંત તલાટીઓ, સરપંચો,જિ.અને તા.ના સભ્યો, પંચાયત સભ્યોને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરાતા ગામ લોકો પણ સ્થળાંતર કરવા તૈયાર થતાં કિનારાના રહેણાંક વિસ્તારો ખાલી થઇ ગયા હતા.
વલસાડ જિલ્લાના કાંઠાના નીચાણવાળા લોકો નું સ્થળાંતર કરવા માટે તંત્રએ 40થી વધુ બસો ફાળવવા માં આવીહતી.
ઉમરગામના ફણસા, મરોલીના કાંઠા વિસ્તાર માં રહેતા લોકોને બસમાં ફણસા વાડિયા હાઈસ્કૂલમાં અને પ્રા.શાળામાં આસરો અપાયો છે. તો કાલયના 50 ઘરોના 150થી વધુ લોકોને આશ્રમ શાળામાં રાખવામાં આવ્યા છે. ફણસા ખાતે એનડીઆરએફની ટીમ તૈનાત કરી છે.
નિસર્ગ વાવાઝોડાને ધ્યાને લઇ 3 તાલુકના કાંઠામાં દરિયા કિનારે લાગૂ વિસ્તારોમાં 20 હજારથી વધુ લોકોનું આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવાયું છે.જ્યાં તેમને રહેવા જમવાની સુવિધા પૂરી પડાઇ છે.હાલમાં NDRFની ટિમ અને સ્થાનિક પ્રશાસન ખડેપગે સેવા આપી રહ્યું છે.
વાપીમાં વરસાદ પડતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે, નિસર્ગ વાવાઝોડાની અસરને લઇને વાપી સહિત આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
સરકારના મેટ્રોલોજિકલ વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સંભવિત ચક્રવાત સર્જાવાને ધ્યાને રાખી વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે મોડી સાંજે બુધવારે ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ રાખવાનો અનુરોધ કરી કામદારો અને કર્મચારીઓને સાપ્તાહિક રજા આપવા આદેશ કર્યો છે. કલેકટરે જણાવ્યા મુજબ 3 જૂને જોખમી કેમિકલ અથવા વાયુઓને સંગ્રહિત કરતી ટાંકીઓના વાલ્વ યોગ્ય રીતે બંધ કેમિકલ બહાર ન આવે તે રીતે ધ્યાન આપવા સૂચના અપાઈ છે.
