ગુજરાત માં વિધાનસભા ની પેટા ચૂંટણી નો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ઠેરઠેર EVM મશીનો ખોટકાઈ પડ્યા ના અહેવાલ સામે આવી રહ્યા છે જાણવા મળતી વિગતો મુજબ કરજણના સાપા ગામમાં EVM ખોટકાઇ જતા મતદાન અટકી પડ્યું હતું. જ્યારે સાપા ગામના બુથ નંબર 3નું EVM ખોટકાઇ ગયું હતું એક મોટી ઘટના માં મોરબીમાં એક સાથે 20 જગ્યાએ EVM ખોટવાઇ જતા મતદારો મૂંઝાયા હતા જોકે તમામ જગ્યાએ EVM રિપ્લેસ કરાયા હતા.
ગઢડાની એમ.એમ.હાઈસ્કૂલમાં પણ EVM ખોટકાયું હતું અને ત્યાં પણ EVM રિપ્લેસ બાદ ફરીથી મતદાન શરૂ થયું હતું. કરજણના વેમારડીમાં EVM ખોટકાતા મતદારો માં કચવાટ જોવા મળ્યો હતો અને EVM ખોટકાતાં મતદાન શરૂ થઇ શક્યું ન હતું વાત કરીએ વલસાડ ની તો અહીં પણ કપરાડામાં EVM ખોટકાયું ગયું હતું મોકપોલ બાદ EVM ખોટકાયું હોવાની વિગતો સામે આવી છે અને કોંગી ઉમેદવાર બાબુ વરઠાના મતદાન બુથ પર પણ EVM બગડી ગયું હતું પરિણામે ટેક્નિકલ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી મશીન બગડી જતા કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈએ મતદાન માટે રાહ જોવાનો વારો આવ્યો હતો.
કોરોના ની સ્થિતિ યથાવત હોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને મતદારોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. એ પહેલા થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરીને મતદારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે.
મતદાન મથકની બહાર મેડિકલ સ્કેનિંગ દરમિયાન થર્મલ ગનમાં તાપમાન ઊંચુ આવે અને કોરોનાના લક્ષણો જણાય તો પણ પુરક મતદાન કેન્દ્રોમાં આવા મતદારો મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ચૂંટણી પંચે આ વખતે અગાથી જ વયસ્ક અને કોવિડ પોઝિટીવ મતદારો માટે પોસ્ટલ બેલેટની પણ વ્યવસ્થા કરી છે.
મેડિકલ સ્કેનિંગ વગર મતદાન નહીં, મોજાં પહેરીને બટન દબાવવું પડશે. કેન્દ્રની બહારથી જ મતદારનું તાપમાન માપવામાં આવશે. તેના માટે 3400 થર્મલ ગન ચૂંટણી સંચાલન સ્ટાફને આપવામાં આવી છે. જ્યારે ચૂંટણી સંચાલન સ્ટાફને પણ 41હજાર ગ્દ-૯૨ વત્તા 82 હજાર ડિસ્પોઝેબલ્સ માસ્ક અને એટલા જ ફેસ શિલ્ડ તેમજ રબર હેન્ડ ગ્લોવ્ઝ અર્થાત હાથે પહેરવાના મોજા આપવામાં આવ્યા છે. જ્યારે મતદારો માટે ૨૧ લાખ મોજા ૩૦૨૪ મતદાન મથકે પહોંચાડાયા છે. મતદાતા એ માસ્ક પહેરવુ ફરજિયાત છે. જો કે, તેમ છતાંય કોઈ માસ્ક પહેર્યા વગર મતદાન મથકે પહોંચ્યા હોય તો તેવા મતદારો માટે ૩ લાખ ફેસ માસ્ક મોકલાયા છે. માસ્ક વિનાના મતદારોને ત્યાં માસ્ક પુરા પડાશે આમ ઠેરઠેર ઇ.વી.એમ ખોટકતા ચૂંટણી પંચ ના આગલા દિવસ ની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે.
