કહેવાય છે ને જે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમીઓ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે વલસાડ પંથક માં આવા જ પ્રકાર ની ત્રિકોણ પ્રણય ની સ્ટોરી એ બે મિત્રો નો જીવ લીધો છે.
વિગતો મુજબ વલસાડ ના ઉંટડી ગામમાં એક જગ્યા એ કામ કરતા બે મિત્રો એક જ યુવતીનાં પ્રેમમાં પડ્યા હતા જેઓ ને જ્યારે આ વાત ની ખબર પડી ત્યારે બન્ને એ એકસાથે જ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે.
વલસાડ તાલુકાનાં ડુંગરી પંથકમાં આવેલા ઉંટડી ગામમાં રહેતા કિશોરભાઈ જોગીબાઈ આહિરનો ભેંસનો તબેલો છે. જેમાં 27 વર્ષનાં પ્રવિણ કાનજીભાઈ રાવત (રહે.પાલપુરા, તા.કાંકરેજ, જિ.બનાસકાંઠા) અને 27 વર્ષનાં ગોપાળ મહેશભાઈ રબારી (રહે.કંથરાવી, તા.ઊંઝા, જિ.મહેસાણા) કામ કરતા હતાં. આ બન્ને મિત્રો વચ્ચે ખુબજ ગાઢ મિત્રતા હતી. અને એકબીજા ઉપર ખુબજ ભરોસો કરતા હતા પરંતુ તેઓ ની ભાઈબંધી માં ત્રીજી વ્યક્તિ ની એન્ટ્રી થઈ હતી અને તે હતી એક યુવતી જેની સાથે બન્ને મિત્રો આકર્ષયા હતા અને પ્રેમ થઈ ગયો હતો. અને નવાઈ ની વાત તો એ હતી કે આ યુવતી પણ બંન્ને મિત્રોને વારાફરતી એકાંતમાં મળતી હતી.
પરંતુ જ્યારે બન્ને મિત્રો ને ખબર પડી કે તે બન્ને એકજ યુવતી ને ચાહે છે તે વાત બહાર આવતા બન્ને નર્વસ અને ગમ માં સરી પડ્યા હતા અને એકબીજા સાથે બોલવાનું પણ છોડી દીધું હતું અને છેલ્લે બંન્ને મિત્રોએ મહિલાના પ્રેમમાં પાગલ થઈને પોતાનું જીવન ટૂંકાવવાનું નકકી કરી લઈ મંગળવારે રાત્રે 10.30થી બુધવારે સવારે 4.30 કલાક દરમિયાન તબેલાની પાછળના ભાગે આવેલા વાડામાં વૃક્ષની અલગ અલગ ડાળીઓ ઉપર બંને મિત્રોએ ફાંસો ખાઈ લઈ લઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ સવારે તબેલા માલિક કિશોરભાઇ આહિરને થતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આ અંગે ડુંગરી પોલીસ ને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરી છે જોકે , આ ઘટના ને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.