વલસાડ માં બહાર થી આવેલા બિલ્ડરો ને બખ્ખા થઈ પડ્યા છે અને પાલિકા ની મિલી ભગત માં અનેક કરોડપતિ બની ગયા ના અનેક કિસ્સા માર્કેટ માં ધૂમ મચાવી રહ્યા છે ત્યારે વલસાડમાં પાલિકા ભ્રષ્ટાચાર નો અડ્ડો બની ગયા ના આક્ષેપો અવારનવાર થઈ રહ્યા છે અને ગેરકાયદે બાંધકામો ની પણ જબ્બર બૂમ ઉઠી છે અને આ બધા વચ્ચે સત્યડે ને ચોંકાવનારી માહિતી મળી છે અને તે છે ધરમપુર ચોકડી નજીક ઉભું થયેલું ગેરકાયદે બાંધકામ એટલે KBC નું કોમર્શિયલ બાંધકામ આ બાંધકામ હવે વિવાદ માં આવ્યું છે અને જેતે સમયે જ્યારે જિલ્લા કલેકટર અરોરા દ્વારા આ જગ્યા ઉપર રેસિડન્સ માટે એને કરી પરમિશન આપી હતી અને બિલ્ડીંગ કોમર્શિયલ બની ગયું ત્યારે સવાલ થાય કે જિલ્લા કલેક્ટર ની ઉપરવટ જઇ ને આખો ખેલ કેવી રીતે બદલાય ગયો અને આ ચમત્કાર કરવામાં કોણ કોણ સામેલ છે તે હવે તપાસ નો મુદ્દો બની ગયો છે.
વલસાડ નગરપાલિકા અગાઉ થીજ કૌભાંડો આચરવામાં માહેર છે અને પાછળ ના પોપડા ઉખડવામાં આવે તો 2 વર્ષ સુધી લખીએ તો પણ ઓછું પડે તેમ છે અને પાલિકા નો આ બાબતે ભવ્ય ભૂતકાળ રહ્યો છે ત્યારે ધરમપુર ચોકડી ઉપર KBC બાંધકામ પ્રકરણ માં શુ રંધાયું છે તે તપાસ નો મુદ્દો બન્યું છે અને આ મામલે પાલિકા ના જવાબદારો ચોખવટ કરે તે જરૂરી છે કારણ કે બીજા બિલ્ડરો પણ જિલ્લા કલેક્ટર પાસે રહેણાંક ની પરમિશન લઈ ને પાલિકા માં જાય એટલે પાલિકવાળા કલેક્ટર ની પરમિશન ને બદલી નાખી ને કોમર્શિયલ હેતુ માં બદલી આપે અને આપણી સિસ્ટમ ના છીંડા શૉધીને બિલ્ડર બાપડા ને લાભ કરાવી શકે. ખરેખર તો આવી મેટર માં કલેક્ટર ની ઉપરવટ જઈ ને બિલ્ડર ને ફાયદો કરાવવાની વાત થઇ અને આવા કેટલા નંગ ને ફાયદો થયો તે પણ તપાસ નો મુદ્દો છે.
KBC જેવું મોટું બાંધકામ ધબેડનારા પણ પહોંચેલી માયા છે અને તેઓએ આ મેટર માં ગેમ કરી ને પાલિકા ના જવાબદારો એ મળીને આખો ખેલ કઈ રીતે પાર પડ્યો છે તે વાત તપાસ નો વિષય છે જ્યારે બાંધકામ કરવાનું હતું ત્યારે કોમર્શિયલ ની વાત ન હતી અને કલેક્ટર પાસે રેસિડેન્સિયલ પરમિશન લીધા બાદ કોમર્શિયલ બાંધકામ કેવી રીતે થઈ ગયુ બસ આજ વાત વલસાડ ના માર્કેટ માં ભારે ચર્ચા જગાવી રહી છે ત્યારે બિલ્ડર અને પાલિકા ની જુગલબંધી સામે જિલ્લા કલેક્ટર દવારા તપાસ થાય અને સાચી હકીકત બહાર આવે તે જરૂરી બન્યું છે અન્યથા લોકો માં તંત્ર પર ની વિશ્વસનીયતા ઉઠી જશે તે નક્કી છે.
