રેલવે માં ખર્ચ ઉપર કાપ મુકવા કેટલાક સુધારા કરવામાં આવનાર છે જેમાં સુરતથી વિરાર અને ચલથાણથી અમલનેર સુધી ટ્રેનોનું મોનિટરીંગ કરતા રેલવે કંટ્રોલ ટાવરને આગામી દિવસોમાં મુંબઈ સેન્ટ્રલ શિફ્ટ કરવામાં આવનાર હોવાનું રેલવે ના સૂત્રો જણાવી રહ્યા છે. હાલ માં નંદુરબાર અને વલસાડમાં રેલવે કંટ્રોલ ટાવર છે જે ટ્રેનોનું મોનિટરીંગ કરે છે.જ્યારે નંદુરબાર કંટ્રોલ ટાવર ચલથાણથી અમલનેર સુધી ટ્રેનોનું મોનિટરીંગ કરે છે.મુંબઈ સેન્ટ્રલથી ચર્ચગેટથી લઈ વિરાર સુધી ટ્રેનોનું મોનિટરીંગ મુંબઈ સેન્ટ્રલ કંટ્રોલ ટાવરથી કરવામાં આવે છે.પરિણામે એક જ ડિવિઝનના જુદાજુદા ત્રણ કંટ્રોલ ટાવર હોવાને કારણે સ્ટાફ પણ અલગ અલગ રીતે કામ કરે છે પરિણામે ખર્ચ વધે છે પણ હવે રેલવે આખી મોનિટરીંગ સિસ્ટમને સેન્ટ્રલાઇઝ કરી એક જ કંટ્રોલ ટાવરથી આખા ડિવિઝનમાં અવરજવર કરતી ટ્રેનોનું મોનીટરીંગ થાય તે દિશા માં કાર્યવાહી હાથ ધરી છે.
મધ્ય રેલવેમાંથી પસાર થતી તમામ ટ્રેનોનું મોનિટરીંગ એક જ કંટ્રોલ ટાવરથી કરવામાં આવે છે હવે પ.રેલવેનું મુંબઈ ડિવિઝન પણ આવી જ રીતે આખા ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેનોનું મોનિટરીંગ સેન્ટ્રલાઇઝ કરી દેવા માંગે છે. જોકે સમગ્ર સિસ્ટમને સેટ કરવામાં હજુ ઘણો સમય લાગી શકે છે એમ રેલવેના સૂત્રો એ જણાવ્યું હતું.
