વલસાડ શહેર કોંગ્રેસ પ્રમુખ રોનક શાહ દ્વારા ભાજપના પૂર્વ PM સ્વ.વાજપેયીજીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે,તેઓએ સોશ્યલ મીડિયા થકી સ્વ.વાજપેયીજીને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે, સ્વ.વાજપેયીજીનું 2018માં આ દિવસે નિધન થયું હતું.
પૂર્વ પીએમને યાદ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર શ્રદ્ધાંજલિ આપી રહી છે અને સરકારના ઘણા મંત્રીઓ ટ્વિટર દ્વારા સ્વર્ગસ્થ પીએમ વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે ત્યારે વલસાડ કોંગ્રેસ દ્વારા પણ શ્રધ્ધાસુમન અર્પણ કરાયા છે.
વલસાડ શહેર કોંગ્રેસ પ્રમુખ રોનક કુમાર રમણીક લાલ શાહે પણ સદગત અટલ બિહારી વાજપેયીજી ને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
વાજપેયી એક એવા નેતા હતા કે તેઓ ભાજપના હોવાછતાં વિપક્ષમાં પણ માન ધરાવતા હતા.
વલસાડ શહેર કોંગ્રેસ પ્રમુખ રોનક શાહે વાજપેયીની પુણ્યતિથિ નિમિત્તે ફેસબુક અને વોટ્સએપ સ્ટેટ્સમાં ફોટો મૂકી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે તા.21-7-2022ના રોજ રોનક શાહની વલસાડ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે અને પક્ષ તેમજ સંગઠનને મજબૂત કરે તેવી શુભેચ્છાઓ સાથે નિમણૂક કરવામાં આવી છે.
