આજે દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ તેમજ કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે,સાથેજ દ્વારકા પોરબંદર જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે
રાજ્યમાં વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં તેજ પવનો સાથે અતિ ભારે વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત થઈ છે.
છોટાઉદેપુરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં આગાહી મુજબ 6,7,8 જુલાઈ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.
ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં મહીસાગર દાહોદમાં ભારે થી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
8 અને 9 જુલાઈ અતિ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત વરસાદની સંભાવના છે.
અમદાવાદમાં દક્ષિણ અમદાવાદ ભારે વરસાદ તેમજ સિટીમાં છૂટા છવાયા વરસાદ પડવાની શકયતા વ્યક્ત કરાઇ છે.
મધ્યપ્રદેશમાં સેન્ટ્રલ માં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર હેઠળ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
અત્યાર સુધી ગુજરાતમાં 117મીમી વરસાદ અને 22 મીમી વરસાદની ઘટ વર્તાઈ છે.