વલસાડ સહિત રાજ્ય માં કોરોના ની ગંભીર સ્થિતિ માં રેમડેસીવીર ઈન્જેક્શન મળતા હોવાનો ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયા નો દાવો ખોટો સાબિત થયો છે અને સત્યડે ના રીયાલીટી ચેક માં આવી ચોંકાવનારી હકીકત સામે આવી છે, જીહા ખરેખર રેમડેસીવીર ઈન્જેક્શન મળતા નથી અને મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા વલસાડ જિલ્લા માજ જો આ જથ્થો ન મળતો હોય તો રાજ્ય ના મહાનગર માં આ ઇન્જેક્શન નહિ મળતા હોવાની વાત સ્વીકારવી જ રહી.
ગુજરાતમાં કોરોના હવે બરાબર નો વકર્યો છે અને કોરોના દર્દી માટે ખુબજ ઉપયોગી એવા રેમડેસીવીર ઈન્જેક્શન નહિ મળતા હોવાની વાસ્તવિકતા સામે આવી છે. ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ રાજ્ય માં ઇન્જેક્શન મળતા હોવાના દાવા પોકળ અને ખોટા સાબિત થયા છે.
ગુજરાતમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે અને કથિત રીતે કાંતો કાળા બજાર માટે કમાવાનો ધંધો કરવા કેટલાક તત્વો મેદાને પડ્યા હોવાની વાસ્તવિકતા સત્ય મીડિયા હાઉસ ની ટીમે કરેલા રીયાલીટી ચેક માં સામે આવ્યું છે.
મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલ અતિ સંવેદનશીલ ગણાઇ રહેલા વલસાડ માં રેમડેસીવીર ઈન્જેક્શન (remdesivir injection) નો સ્ટોક જ નથી જે કડવી વાસ્તવિકતા સામે આવી છે એટલુંજ નહિ સુરત સુધી આ ઈન્જેક્શન નહિ મળતા હોય કોરોના ના દર્દીઓ ના પરિવારો આમતેમ ભટકી રહ્યા છે પણ ક્યાંય ઇન્જેક્શન મળતા નહિ હોવાની સાચી હકીકત સામે આવી છે.
રાજ્ય માં રેમડેસીવીર ઈન્જેક્શન નહિ મળવાનો મામલો ખુબજ ગંભીર બન્યો છે જોડાયેલો છે અને અહેવાલો એવા પણ છે કે કેટલીક હોસ્પિટલોએ રેમડેસીવીર ઇન્જેકશનની અછતના કારણે કોરોનાના નવા દર્દીઓના એડમિશન બંધ કર્યા છે. રાજકોટમાં કોરોનાના વધતા કહેર સાથે રેમડેસીવર ઇન્જેક્શનની અછતનો મુદ્દો ઉઠ્યો છે. શહેરના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસીવીર ઈન્જેક્શન (remde ઈન્જેક્શનનો માલ ન મળતા આઉટ ઓફ સ્ટોકની બૂમ ઉઠી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તેની અસર ગુજરાતમાં જોવા મળી છે. મહારાષ્ટ્રમાં રેમડેસીવીરની માંગ સૌથી વધુ છે. તેથી મોટાભાગનો સપ્લાય મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. જેની અસર ગુજરાતમાં રહી છે. આ અસર ગુજરાતના કોરોના દર્દીઓને થઈ રહી છે. રેમડેસિવર ઇન્જેક્શન બનાવતી કંપની મોટાભાગનો જથ્થો મહારાષ્ટ્ર મોકલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે
ગઈકાલે ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી પરંતુ આ વાત માં કેટલી સચ્ચાઈ છે તે જાણવા સત્યડે ડોટકોમ અને સત્યડે દૈનિક અખબાર ના પત્રકારો એ જ્યારે વલસાડ થી સુરત સુધી સબંધિત જગ્યાઓ એ તપાસ કરી હતી પણ કોઈ જગ્યા એ
રેમડેસીવીર ઇન્જેક્શન મળ્યા ન હતા તેથી ડૉ. એચ.જી.કોશીયા ની વાત ખોટી સાબિત થઈ હતી અને ઇન્જેક્શન નહિ મળતા હોવાની સાચી હકિકત સામે આવતા તંત્ર નું કોઈ સંકલન નહિ હોવાની વાત સપાટી ઉપર આવી છે.
રેમડેસીવિર ઇન્જેક્શનના ઉત્પાદકો જેમ કે, Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy’s Lab. Ltd., Jubilant Lifescience Ltd. પૈકી ગુજરાત રાજ્યના ઉત્પાદક Zydus Cadila દ્વારા ૩૦,૦૦૦ ઇન્જેક્શનોનું દૈનીક ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ ૬ ઇન્જેક્શનની જરૂર પડતી હોઇ દરરોજના ૫,૦૦૦ દર્દીઓની સારવાર કરી શકાય તેટલા ઇન્જેક્શનનું ઉત્પાદન Zydus Cadila દ્વારા કરવામાં આવે છે એવી વાત જો સાચી હોય તો આ જથ્થો ક્યાં જાય છે ? શું કાળા બજારીયા તત્વો સક્રિય થયા છે ? ડો.કોશિયા ચેમ્બર માં બેઠા બેઠા જે દાવાઓ કરી રહ્યા છે તે દાવા ખોટા હોવાનું સત્ય ડોટકોમ ની રીયાલીટી તપાસ માં સામે આવ્યું છે અને વલસાડ જિલ્લા માં હાલ આ ઇન્જેક્શન મળતા નહિ હોવાની વાસ્તવિકતા સામે આવી છે.