વાપી 10
વર્તમાન લોકડાઉન ની પરિસ્થિતિમાં વાણિજ્ય અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટ આપવામાં આવી છે જોકે તેમ છતાં વલસાડ જિલ્લા પ્રશાસન દ્વારા અમુક જ ઉદ્યોગોને શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવે છે નાના અને લઘુ ઉદ્યોગકાર ઓ ની પરિસ્થિતિ કફોડી બની રહી છે, આ પ્રકરણમાં હવે આવા ભેદભાવ અંગે કાન ફૂશી થઈ રહી છે અને કેટલાક સવાલો ઉઠી રહ્યા છે શા માટે ચોક્કસ ઉદ્યોગો નેજ લાભ મળ્યો ત્યારે સરકારે આ ભેદભાવ ની નીતિ અંગે ખાનગી માં તપાસ કરાવવા ચર્ચાઓ શરૂ થઈ ગઇ છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ ત્રીજા લોકડાઉન ના તબક્કામાં 20 એપ્રિલ પછી કેટલીક છૂટછાટ આપવા મા આવી છે અને તેમાં વાણિજ્ય અને ઉદ્યોગ સંબંધિત છૂટછાટ અપાઇ છે જેથી કરીને નાના અને લઘુ ઉદ્યોગો ઓનલાઈન અરજી કરી પોતાના ઉદ્યોગો સરકાર ની ગાઈડલાઈન ને અનુસરીને શરૂ કરી શકે છે જોકે આ પ્રક્રિયા વાપી વિસ્તારમાં અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે અને માત્ર ગણતરીના લઘુ ઉદ્યોગકારોને મંજૂરી આપવામાં આવી રહી છે નિયમ અનુસાર સરકાર શ્રી ની માર્ગદર્શિકા ન્યુ સંપૂર્ણ અનુમોદન કરવા તૈયાર સેંકડો લોકો ઉદ્યોગકારોએ ઓનલાઈન અરજી કરી છે પરંતુ તે પૈકી માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગોને જ મંજૂરી આપવામાં આવી રહી છે આ પ્રક્રિયામાં જોતરાયેલા અધિકારીઓ પણ મંજૂરી આપવા માટેની સત્તા અંગે પરસ્પર ખો આપતા જણાઈ રહ્યા છે જેથી કરીને નાના વર્કશોપ ચલાવનાર આ ઉદ્યોગકારો ની પરિસ્થિતિ કફોડી બની રહી છે કુલ ૪૫ દિવસ ઉપરાંતથી તેમના ઉદ્યોગો બંધ છે તેથી આર્થિક સંકડામણ ની સ્થિતિ વધી છે તેની સાથે નાના શ્રમજીવીઓ ની રોજગારી પણ છિનવાઈ રહી છે જિલ્લા પ્રશાસન દ્વારા આ મામલે સત્વરે ધ્યાન આપવું જોઈશે એક તરફ કેન્દ્ર સરકાર માર્ગદર્શિકા જાહેર કરે છે અને તે માર્ગદર્શિકા ને અનુસરવા માટે ઉદ્યોગકારો બાંહેધરી આપે છે અને પરવાનગી માંગે છે પરવાનગી આપ્યા બાદ જો માર્ગદર્શિકા નું પાલન ન થાય તો તેવા ઉદ્યોગોને નિયમ અનુસાર ચાલુ રાખવાની પરવાનગી પરત ખેંચી શકાય છે પરંતુ અહીં 20 એપ્રિલ બાદ નાના ઉદ્યોગોને મંજૂરી આપવાની પ્રક્રિયામાં જ અસહ્ય વિલંબ થઈ રહ્યો છે તે માટે જવાબદાર કોણ ?
