રાજ્યમાં વાવાઝોડાની અસરને પગલે ભારે પવન અને વરસાદની શક્યતાઓને જોતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે ત્યારે આજે બપોર બાદ વાવઝોડું તીવ્ર બનવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
અરબી સમુદ્ર ઉપર સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાન ‘બિપરજોય’માં પરિવર્તિત થયું ચૂક્યું છે.
આ વાવઝોડું હાલ પોરબંદરથી 1110 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિલોમીટર પશ્ચિમ- દક્ષિણ પશ્ચિમ, મુંબઇથી 1030 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ, અને કરાંચીથી 1410 કિલોમીટર દક્ષિણે કેન્દ્રિત છે.
આજે બપોર બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમે તેવી પૂરી શક્યતાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ઉત્તર પશ્ચિમ તરફ ડિપ્રેશન બનીને વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં જોવા મળી શકે છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનું અલર્ટ અપાયું છે