દેશની ત્રીજી અને ગુજરાતની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અગામી તા. 30 સપ્ટેમ્બરના રોજથી ગાંધીનગર- મુંબઈ વચ્ચે દોડતી થઈ જશે.
આ ટ્રેનને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રસ્થાન કરાવશે.
સપ્તાહમાં 6 દિવસ ચાલનારી આ વંદે ભારત ટ્રેનનું ચેરકારનું ભાડું 1200 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેરકારનું ભાડું 2500 રૂપિયા હશે.
અહેવાલો એવા પણ છે કે વર્ષના અંત સુધીમાં દેશના લગભગ તમામ મોટા શહેરોના લોકોને 75 વંદેભારત એક્સપ્રેસ ટ્રેન નો લાભ મળશે.
સાથેજ અમદાવાદમાં સાબરમતી ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ ફેબ્રુઆરી સુધીમાં શરૂ થશે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી ખાતે ઈન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાઈ રહ્યું છે.
3.54 હેક્ટરમાં 332 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આ હબમાં બ્લોક એ 9 માળની તેમજ બ્લોક બી 7 માળની એમ બે બિલ્ડિંગ હશે.
જેમાં એ બિલ્ડીંગમાં ઓફિસો તેમજ બિલ્ડિંગ બીમાં હોટલ, મોલ સહિત અન્ય સ્ટોર શરૂ કરાશે. આ હબના ત્રીજા માળ સાથે 10 મીટર પહોળા ફૂટઓવર બ્રિજથી બુલેટ ટ્રેનનો સાબરમતી સ્ટેશન જોડાશે. જ્યારે હબના બીજા માળથી 8 મીટર પહોળા ફૂટ ઓવરબ્રિજથી મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ સ્ટેશન તેમજ સાબરમતી રેલવે સ્ટેશન જોડાશે.
30 સપ્ટેમ્બરે પ્રારંભિક તબક્કામાં વસ્ત્રાલથી થલતેજ અને એપીએમસીથી મોટેરા સુધીનો મેટ્રો રૂટ શરૂ થઈ શકે છે.