વિકાસ ના કામો માટે પૈસા ની જરૂર ઉભી થતા ગાંધીનગર પાસે રૂ.150 કરોડ માં બે પ્લોટ વેચવા કાઢ્યા છે.રાજ્ય માં વિકાસનાં કામો માટે પૈસા ની જરૂર હોવાથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા) પ્રથમ વખત કુડાસણ અને સરગાસણના બે પ્લોટની બજાર કિંમતે હરાજી કરીને 150 કરોડ માં વેચવા જઈ રહ્યું છે. આ બે પ્લોટની હરાજી 10 ફેબ્રુઆરીએ યોજાનાર છે.
ગુડા આર્થિક ભંડોળ ભેગું કરવા કુડાસણના 12573 ચોરસ મીટરના પ્લોટનું હરાજી કરાશે.
ગુડાએ તળિયાનો પ્રતિ ચોરસ મીટરનો ભાવ 80 હજાર રાખ્યો છે. આથી પ્લોટની કિંમત 100 કરોડથી વધુ થાય છે. જ્યારે સરગાસણના 7186 ચોરસ મીટરના તળિયાની કિંમત પ્રતિ ચોરસ મીટર 70 હજાર મુજબ આ પ્લોટની કુલ કિંમત 50.30 કરોડ થાય છે.
લેન્ડ પ્રાઇઝ કમિટીએ પ્લોટના ભાવ નક્કી કર્યા હોવાનું સૂત્રો નું કહેવું છે. કમિટીએ છેલ્લા ત્રણ વર્ષના સેલના રિપોર્ટનો અભ્યાસ કરે છે અને સરકારના આદેશ મુજબ જમીનની કિંમત નક્કી કરવામાં આવતી હોય છે.આમ વિકાસ ના કામો માટે પ્લોટ વેચવા પડી રહ્યા છે.
