કોરોના ની હાડમારી ને કારણે શિક્ષણ વિભાગ દ્વારા રોજ નવી વાત સામે આવી રહી છે ત્યારે હાલમાં જ સીબીએસઇએ આ વર્ષ પૂરતું ધો.9થી 12ના વિદ્યાર્થીઓના કોર્સમાં 30 ટકાના ઘટાડા ના નિર્ણય બાદ ગુજરાત શિક્ષણ વિભાગ પણ હરકત માં આવ્યું છે અને ધો.9થી 12ના કોર્સમાં ઘટાડો કરનાર છે ,જેની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે શિક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓના હિત અને ભવિષ્યને ધ્યાને રાખી કેટલાક મુદ્દા અને ચેપ્ટરનો ઘટાડો કરાશે. આ નિર્ણયથી 36 લાખ વિદ્યાર્થીને સીધો ફાયદો થશે.
કોરોના મહામારીને કારણે સ્કૂલોમાં પણ અભ્યાસના દિવસો ઘટશે તેમજ શિક્ષણ મંત્રીએ કોર્સ ઘટાડવાને લઇને શિક્ષણ તજજ્ઞો સાથે ઓનલાઇન મિટિંગો કરી હતી. તમામ એક્સપર્ટની વાતોને ધ્યાને લઇને શિક્ષણ વિભાગ આવનારા સમયમાં કેટલા ટકા અને ક્યા મુદ્દાઓ ઘટાડાશે તેની માહિતી જાહેર કરશે.
આ નિર્ણય થી ખાસ કરીને ધો-10 અને 12ના વિદ્યાર્થીઓ ને ફાયદો થઈ શકે છે, કારણ કે બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું વર્ષ હોવાથી અને સ્કૂલો-ક્લાસિસ બંધ હોવાથી તેઓ પોતાના ભવિષ્યને લઇને ચિંતા અનુભવતા હતા. ખાસ કરીને ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓ અને વાલીઓ સતત ચિંતામાં હતા, પરંતુ કોર્સ ઘટવાના સમાચારથી બોર્ડના વિદ્યાર્થીઓને રાહત થશે. આમ હાલ માં ઓન લાઇન શિક્ષણ થી વિદ્યાર્થીઓ અને વાલીઓ માં અસંતોષ ની લાગણી છે ત્યારે સરકાર દ્વારા લેવાનારા આ નિર્ણય થી વિદ્યાર્થીઓ માં ખુશી ફેલાઈ છે.
