સામાન્ય જનતા ના હિત માટે સરકારે પગલાં ભરવાના હોય છે કારણ કે લોકશાહી દેશ માં લોકહિત ને પ્રથમ પ્રાધાન્ય આપવાનું હોય છે ત્યારે કાયદો બધાને સમાન લાગુ પડે છે પણ અહીં મોટા ઉદ્યોગપતિઓ ને છાવરવા માં આવતા હોવાના આક્ષેપ થઈ રહયા છે.
રાજ્ય વિધાનસભા ગૃહમાં અદાણી વિલ્મર લી.ના રિફાઇન્ડ સનફલાવર ઓઇલના જૂદા જૂદા ડબ્બાઓની ચકાસણી કરતા 142 ગ્રામથી લઇને 1.480 કિ.ગ્રામનો જથ્થો ઓછો નીકળ્યો હોવાનું અને સુરતના હજીરા સ્થિત રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી પાણી વેરા પેટે રૂ. 2.31 કરોડની રકમ બાકી છે તેમ સરકારે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું. આદાણી સામે વજન ઓછાની ફરિયાદ કરનાર ફરિયાદ યોગ્ય પુરાવા રજૂ કરી ન શકતા તેમજ ફરિયાદનો સમયગાળો વધુ હોવાથી અદાણી વિલ્મર સામે કોઇ કાર્યવાહી થઇ શકી નથી. જ્યારે રિલાયન્સે પાણી વેરા મામલે રીલાયન્સે હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી છે તેવી સરકારે સ્પષ્ટતા કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અદાણી ની કંપની તેલ નો ઓછો જથ્થો આપતું હોવાના મામલે અદાણી વિલ્મરના હેડ માર્કેટીંગ અજય મોટવાણીએ જણાવ્યું હતું કે, આ ફરિયાદ અર્થહીન છે અને કંપનીની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ જણાય છે. સંદર્ભે ગુજરાત સરકારના તોલમાપ વિભાગની ફલાઈંગ સ્કવોડે કંપનીના મુંદ્રા અને કડી પ્લાન્ટ્સની તપાસ કરી હતી અને તેમને ઓટોમેટેડ ફિલીંગ, પેકેજીંગ અને ગુણવત્તા પ્રક્રિયા કાયદા મુજબની જણાઈ હતી. આ ફરિયાદના સંદર્ભમાં અમે અમારાં ઉત્પાદન એકમોમાં આંતરિક તપાસ પણ શરૂ કરી છે. ફરિયાદીએ કરેલા દાવા મુજબની કોઈ નોટિસ હજુ અમને મળી નથી. અમે આ બાબતે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે, ફરિયાદમાં જે ચોકકસ ટીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનુ પેકીંગ ઓગસ્ટ 2018માં થયું હતું. અને તેનો બેસ્ટ બીફોર પિરિયડ અને વોરંટી પિરિયડ પુરા થઇ ચુક્યા છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, તમામ પ્રોસેસિંગ પ્લાન્ટસમાં તે વિશ્વની ઉત્તમ ટેકનોલોજી અને મશીનરીનો ઉપયોગ કરે છે અને તે સંપૂર્ણ ઓટોમેટિક છે અને તેમાં ઓછામાં ઓછી માનવ દરમ્યાનગીરીની જરૂર પડે છે. કંપની કડક પેકેજીંગ ધોરણો ધરાવે છે અને તેમનાં ખાદ્યતેલ અને ફૂડ બ્રાન્ડઝમાં ગ્રાહકોએ મુકેલા વિશ્વાસ અને ભરોસાને અતિમૂલ્યવાન ગણે છે.
