ગુજરાતમાં વિધાનસભા ની પેટા ચૂંટણી ના નગારાં વાગવા મંડ્યા છે અને અબડાસા, મોરબી, લિંમડી, ગઢડા, ધારી, કરજણ, કપરાડા અને ડાંગ એમ આઠ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધો છે. પણ ગતરોજ શુક્રવારે ફોર્મ ભરવાના પહેલા દિવસે આઠેય બેઠકો ઉપર એક પણ ઉમેદવારે ફોર્મ નહિ ભરતા ભારે આશ્ચર્ય ફેલાયુ છે આ આઠેય બેઠકો માટે ઉમેદવારી પત્ર ૧૭મી સપ્ટેમ્બરે પરત ખેંચી શકાશે. આઠેય બેઠકો ઉપર કુલ ૧૮,૭૪,૯૫૧ને મતધારો નોંધાયા છે. જેમાં ૯.૬૮ લાખ મહિલા મતદારો છે.
કોરોના ની ગાઈડલાઈન મુજબ એક મતદાન મથક ઉપર ૧૦૦૦ મતદારો જ મતદાન કરી શકે તેવી રીતે ચૂંટણી સંચાલન થશે. જેના માટે ૧,૮૦૭ સ્થળેથી મતદાન વ્યવસ્થા કરવામાં આવી છે. આચારસંહિતા અમલમાં આવ્યાના ૧૦ દિવસમાં આઠ બેઠકોના મતક્ષેત્રમાં આચારસંહિતાનો ભંગ કરતા ૨,૦૦૦ જેટલા પોસ્ટર, ૧૬૦૦થી વધુ બેનર હટાવવામાં આવ્યા છે.
કોરોના ને કારણે પ્રથમવાર ઉમેદવારો ચૂંટણી પ્રચાર કરે ત્યારે નિયમો નું ધ્યાન રાખવા આરોગ્ય અધિકારીની પણ નિમણૂંક કરવામા આવી છે.
