પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની ધરપકડ બાદ મામલો ગરમાયો છે અનેઅર્બુદા સેના દ્વારા વીસનગર તાલુકાના બાસણા ગામે સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજwન કરવામાં આવતા વહેલી સવારથી જ મોટી સંખ્યામાં અર્બુદા સેના તેમજ આંજણા ચૌધરી સમાજ ના લોકો ઉમટી પડ્યા છે.
પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ બાદ ઠેર ઠેર આંજણા ચૌધરી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીસનગર તાલુકાના બાસણા ગામે યોજાયેલા સંમેલનમાં ગામેગામથી ટ્રેક્ટર, ગાડીઓ, લક્ઝરી બસો લઈને આંજણા ચૌધરી સમાજ ઊમટી પડ્યા છે. ગામેગામેથી ટ્રેક્ટરો, ગાડી, લક્ઝરી સહિતનાં સાધનોમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં આવતા પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ઉપસ્થિત આગેવાનો એ હાકલો કર્યો કે “વિપુલ ચૌધરી જે તરફ એમને ઈશારો કરશે તે અમે મતદાન કરીશું. આવી જાઓ મેદાનમાં અર્બુદા સેના વિપુલ ભાઈ સાથે છે, કોઈને કબડ્ડીનો પાટો ઓળંગવા નહિ દઈએ”
આમ,સામી ચૂંટણીઓ દરમિયાન વિવાદનો મધપૂડો છેડાઈ જતા રાજકારણ ગરમાયું છે.