વિશ્વ હિન્દુ પ્રદેશ ના વિરોધ અને 24 કલાક માં જ નિર્ણય બદલવા અપાયેલા અલ્ટી મેટમ બાદ પા રાજ્ય સરકારે નવરાત્રી પર્વ માં પ્રસાદ વિતરણ કરવા ઉપર મુકેલો પ્રતિબંધ ઉઠાવી લીધો છે.
રાજ્ય સરકારે કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મૂક્યો હતો, જેની ગાઈડલાઈન્સમાં નવરાત્રિ દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટેના નિર્દેશો આપવામાં આવ્યા હતા. જોકે પ્રસાદ પરના પ્રતિબંધ સામે ભાવિક ભક્તો , વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા અસંતોષની લાગણી જોવા મળી હતી અને સરકાર ને ફેર વિચારણા કરવા માંગ કરી હતી જેને પગલે આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રસાદને છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે નવરાત્રિમાં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે.નવરાત્રિ દરમ્યાન આવતા શ્રધ્ધાળુઓમાં સંક્રમણ ન ફેલાય એ માટે પૂરતી તકેદારી રખાશે તેમ જ શ્રદ્ધાળુઓના આસ્થા માટે અપાતો પ્રસાદ પણ આસ્થા કેન્દ્રો દ્વારા બંધ પેકેટમાં આપવાનો નિર્ણય કરાયો છે. જેના લીધે દર્શનાર્થીઓ સીધા સંપર્કમાં ન આવે અને સંક્રમણ ફેલાય નહીં તે વાત ધ્યાને લેવા તાકીદ કરવામાં આવી છે.
