ગાંધીનગરઃ ગુજરાત સરકારે રાજ્યના વીજ વપરાશકારોને સુખદ આંચકો આપ્યો છે. આ વખતે રાજ્યની રૂપાણી સરકારે ઉદ્યોગજગતને રાહત આપતા સમાચાર આપ્યા છે. જ્યાં સરકારે હવે યુનિટદીઠ વીજદરમાં ઘટાડો કર્યો છે. આ અંગે અગાઉ મોરબીના ઉદ્યોગકારોએ વીજઘટાડાની માગ સરકાર સામે રાખી હતી, જેને ધ્યાને રાખી સરકારે આજે મહત્વની જાહેરાત કરી છે.
રાજ્યના ઉર્જા મંત્રી સૌરભમંત્રીએ આ અંગે જાહેરાત કરતા રાજ્યમાં હવે વીજદરમાં યુનિટદીઠ 19 પૈસાનો ઘટાડો કર્યો છે. સાથે ફ્યુઅલ સરચાર્જમાં પણ ઘટાડો કર્યો છે. જે અંતર્ગત હવે 3 માસ માટે વીજળીનાં દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઘટાડાનો લાભ રાજ્યના 1.40 કરોડ ગ્રાહકોને થશે, જેનાથી કુલ 356 કરોડનો ફાયદો થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
રાજ્ય સરકારે કરેલા ભાવ ઘટાડા બાદ હવે 1.81 પૈસા પ્રતિ યુનિટ ભાવ હવે થયો છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં કોલસા અને ગેસના ભાવ ઘટતા આ ઘટાડો કર્યો હોવાનું પણ એક કારણ સામે આવ્યુ છે. જો કે, વાત ગમે તે હોય પણ હાલ તો ઉદ્યોગ જગત માટે થોડી રાહત થાય તે સમાચાર આવ્યા છે.