કહેવાય છે કે જેને સંતાન ન હોય તેઓ ભગવાન ને ફરિયાદ કરે છે,બાધાઓ કરે છે ,દવાઓ લે છે અને આવનાર સંતાન ને જીવ થી પણ વધુ પ્રેમ કરે છે પણ એજ સંતાન જ્યારે ખરા સમયે પોતાના વૃદ્ધ માબાપ ને તરછોડી દે ને ત્યારે તેઓ નું હૃદય રડી પડે છે અને એમાંય વૃદ્ધ દંપતી પૈકી બે માંથી એક નું મોત થઈ જાય ત્યારે તો હદ થઈ જાય છે આવોજ એક કરુણ વાસ્તવિક રાજકોટ નો કિસ્સો અત્રે પ્રસ્તુત છે જે આપની આંખો ભીંજાવી દેવા પૂરતો છે.
ત્રણ ત્રણ સુખી પુત્રો નો હાર્યોભર્યો પરિવાર હોવા છતાં 65 વર્ષ ના લલીતા બેન આર શાહ અહીંના રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમ માં જિંદગી ના છેલ્લા પડાવ ઉપર જિંદગી ના દિવસો વ્યતીત કરતા કરતા તબિયત બગડતા હોસ્પિટલમાં લઈ જવાયા છે. છેલ્લા સાડાપાંચ વર્ષથી પોતાના પુત્રો પોતાને લેવા જરૂર આવશે એવી રાહ જોઇ રહ્યા છે બધાને કહેતા કે કાલે મારો એક દીકરો આવશે, મને તેની સાથે લઇ જશે પરંતુ તેની આશા કયારેય પૂરી થઇ નહી,અને હવે વૃદ્ધા જિંદગી ના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે અને હવે તો ગમેત્યારે મોત આવે તેવી સ્થિતિ વચ્ચે હોસ્પિટલમાં છે અને હજુ પણ તેઓના મુખ માં પુત્ર નું જ નામ છે અને તેઓ ની આંખો પુત્ર ને જોવા તડપી રહી છે પરંતુ બીજી તરફ આ વાત જ્યારે વૃદ્ધાશ્રમ ના સંચાલકોએ તેમના પુત્ર ને કરી તો તેઓનો જવાબ હતો કે સ્મશાને લઇ જજો અમારે કંઇ લેવા દેવા નથી. રતનપરમાં આવેલા મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતા લલીતાબેન આર શાહ (ઉ.વ.65)ની શનિવારે સવારે તબીયત લથડી હતી, વૃદ્ધાને છાતીમાં દુખાવા સાથે ઉલ્ટી થતી હતી, વૃદ્ધાશ્રમના સંચાલકો પ્રવીણસિંહ ઝાલા, સત્યનારાયણભાઇ અગ્રવાલ અને મેનેજર મોહીતભાઇ દુધરેજીયાએ ડૉક્ટરને બોલાવી પ્રાથમિક સારવાર કરાવી હતી, પરંતુ તબીયત વધુ લથડતાં તેઓને રાત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાની હાલત ગંભીર હોય તેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લલિતાબેનને સંતાનમાં ત્રણ પુત્ર છે, એક પુત્ર ગાંધીનગરમાં એન્જિનીયર છે, બીજો પુત્ર અશોક શાહ રાજકોટમાં જ રહે છે .
લીલતાબેન અને તેઓનો પરિવાર રાજકોટના કાલાવડ રોડ પર રહેતો હતો. સારી એવી કાલાવડ રોડ પર સંયુક્ત મિલકત પણ હતી પણ કહેવાય છે ને કે પેટ ના સંતાન થી માણસ ને કોને ભરોસો ન હોય આમ હવે બધું છોકરાઓ કરશે એમ માની અશોક શાહના નામે મિલ્કત થયા બાદ બાજી પલટાઈ અને સગી જનેતા ને ઘર છોડવા મજબૂર કર્યા.
સાડાપાંચ વર્ષ પહેલા લલિતાબેનને ઘરમાંથી કાઢી મુકાયા બાદ લાચાર વૃદ્ધા મોરબીના વૃદ્ધાશ્રમમાં પાંચ મહિના રહ્યા બાદ છેલ્લા છ મહિનાથી રતનપરના વૃદ્ધાશ્રમમાં રહેતાં હતાં પરંતુ નવાઈ ની વાત તો એ છે કે આટલુ આટલું વીત્યું હોવાછતાં વૃદ્ધાશ્રમમાં લલિતાબેન સતત પોતાનાં સંતાનો અને પુત્ર અશોકનું નામ લેતા રહેતા હતા અને અશોકના ઘરે જવા અનેક વખત જીદ પકડતા હતા, ત્યારે વૃદ્ધાશ્રમના કર્મચારીઓ અશોકને ફોન કરી વૃદ્ધાને તેડી જવાનું કહેતા હતા, પરંતુ અશોક કહેતો જે મારે કંઇ લેવા દેવા નથી,મૃત્યુ પામે તો તમે સ્મશાને લઇ જજો તેમ કહી ફોન કાપી નાખતો હતો.
અંતે વૃદ્ધા હવે જિંદગી ના અંતિમ પડાવ ઉપર આવી જતા તેઓ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. તેઓ ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, બરાબર બોલી શકતા પણ નહોતા, છતાં અશોકનું નામ ચાલું જ હતું, પુત્ર વૃદ્ધાની ખબર પુછશે નહી તેના તરફથી સારો પ્રત્યુતર નહી મળે તે વાતની ખાત્રી હોવા છતાં મોહિતભાઇએ ફોન કર્યો હતો, ફોન રિસિવ કરતાની સાથે જ અશોકે કહ્યું હતું કે, પોતે બહાર ગામ છે અને હવે ફોન કરતા નહી, આમ છતાં લલીતાબેનનો પુત્ર મોહ છુટ્યો નહોતો અને ફરીથી અશોકને ફોન લગાડવાનું કહ્યું હતું, ફરીથી ફોન લગાવી વૃદ્ધાને ફોન આપ્યો હતો, લલીતાબેને બે વખત અશોક-અશોક કહ્યું હતું પરંતુ પુત્રએ ફોન કાપી નાખ્યો હતો અને ત્રીજી વખત ફોન રિસિવ જ કર્યો નહોતો નિરાશ વદને વૃદ્ધાની આંખ ધીમે ધીમે મીંચાઇ રહી હતી પરંતુ પુત્ર નું મોઢું જોવાની આશા માં ખોળિયા માં જીવ અટકેલો છે જીવન ની છેલ્લી પળો માં વૃદ્ધા ના પોતાના કહી શકાય તેવું કોઈ નથી હાજર છે માત્ર સેવાભાવી દેવતાઓ !!!!!
