અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ એકંદરે કાબુ છે અને હાલ એક પણ દર્દીનું જીવલેણ વાયરસથી મોત થઇ રહ્યુ નથી તે સારી બાબત છે. ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં 29 જુલાઇ, 2021 ગુરુવારના રોજ સમાપ્ત થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના નવા 27 કેસ નોંધાયા છે અને 33 દર્દીઓ સાજા થયા હતા. આ દરમિયાન રાજ્યમાં કોરોના સંક્રમિત એક પણ દર્દીનું મોત થયુ નથી.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,485 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યું છે.
આજના આંકડા મુજબ રાજ્યમાં ૨૯મી જુલાઇએ ૪ લાખ ૩૯ હજાર ૦૪૫ વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,48,56,842 લોકોનું પ્રથમ ડોઝનું અને 77,57,619 લોકોનું બીજા ડોઝનું રસીકરણ થઇ ચુક્યું છે.
આ પ્રકારે કુલ 3,26,14,461 ડોઝ રસીનો અપાઇ ચુક્યાં છે. એટલે કે 18 વર્ષથી વધારેની ઉંમરના નાગરિકો પૈકી 50 ટકા નાગરિકોનું રસીકરણ થઇ ચુક્યું છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 268 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 દર્દી વેન્ટીલેટર પર છે. 263 લોકો સ્ટેબલ છે. 8,14,485 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10076 નાગરિકોનાં અત્યાર સુધી કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આજે કોરોનાને કારણે આજે એક પણ મોત નથી નોંધાયું. આ ગુજરાત માટે સૌથી મોટી સારી બાબત છે. આજે રાજ્ય સરકારે કોરોનાના રસીકરણના આંક જાહેર કરી દીધા છે.