રાજ્ય માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર હેઠળ ભર શિયાળે પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને સૌરાષ્ટ્ર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ રાતથી જ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે પરીણામે મહત્તમ તાપમાન આઠ ડીગ્રી જેટલું ઘટીને 22 ડીગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ત્રણ ડીગ્રી ઘટીને 16 ડીગ્રી સેલ્સિયસ થઈ ગયું છે ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગ ની આગાહી મુજબ 12 ડિસેમ્બર ને શનિવારે પણ ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જારી રહેશે, સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર, મધ્ય ગુજરાતના વડોદરા-ભરૂચ અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.
રવિવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ખતમ થઈ જતા આકાશ ચોખ્ખુ થઈ જશે તેમ પણ જણાવાયુ છે.
