હાલ ખેડૂતો નું આંદોલન ચાલુ છે ત્યારે શંકરસિંહ વાઘેલા એ ખેડૂતો ના આંદોલન ને પોતાનું સમર્થન જાહેર કરી દિલ્હી માં જઈ ઉપવાસ શરૂ કરવાનું નિવેદન આપતા રાજકારણ ગરમાયુ છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા એ આ જાહેરાત કરી છે.
શંકરસિંહ વાઘેલાએ કહ્યુ કે તા. 25 ડિસેમ્બર સુધી સરકાર ખેડૂતોની માંગણી નહીં સ્વીકારાય તો પોતે દિલ્હી રાજઘાટ ખાતે ઉપવાસ ઉપર ઉતરી જશે.
કૃષિકાયદાના વિરોધમાં છેલ્લા 25 દિવસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ વીડિયો શેર કરીને ખેડૂતો ના સમર્થનમાં જાહેરાત કરી છે.
