ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો જનતાને અનેક વાયદા કરી રહયા છે આમ આદમી પાર્ટી શિક્ષણ, રોજગારી, ફ્રી વીજળી વગરે વાયદા કરી રહી છે તો ભાજપ વિકાસના કામો જનતા વચ્ચે લઈ જઈ પ્રચાર કરે છે અને કોંગ્રેસ વર્ષો જુના કામો બોલે છે તેવું સ્લોગન બનાવી પ્રચાર શરૂ કર્યો છે, પણ આ બધા વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી’ના નામના નવા પક્ષ સાથે આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરવા સાથે તેમણે પોતાના પક્ષના મેનીફેસ્ટો તરીકે ‘પંચામૃત’ નામે વાયદાઓ રજુ કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જાહેર કર્યું કે જો પોતાની સરકાર બનશે તો તેઓ સરકાર બન્યાના 100 દિવસમાં દારુ બંધી દુર કરશે આમતેમણે દારૂબંધી દૂર કરવાનો દાવ ખેલ્યો છે.
ગુજરાતમાં દારૂબંધી હોવાછતાં તેનો અમલ થતો નથી અને જોઈએ તેટલો દારૂ છૂટ થી મળી રહે છે ત્યારે પોતાની સરકાર આવેતો શકરસિંહે રાજ્યમાંથી દારૂબંધી દૂર કરવા વાયદો કર્યો છે.
