કોરોના ની મહામારી ને કારણે વર્ષભર સ્કૂલોમાં પ્રત્યક્ષ રીતે શિક્ષણકાર્ય બંધ રહેતા હવે ભવિષ્યમાં પણ કેટલા મહિના સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે વગરે બાબતો તપાસી ને શિક્ષણ વિભાગ દ્વારા માસ પ્રમોશન અથવા ઝીરો વર્ષનો નિર્ણય કરવો જોઇએ તેવો આ ક્ષેત્ર ના જાણકારો નું કહેવું છે, ઉપરાંત સરકારે ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં પણ સ્કૂલો શરૂ ન થાય તો શું પ્લાન કરી શકાય તે અંગે પણ વિચારવુ પડશે.
તજજ્ઞોના મતે ગુજરાત આ પહેલા જ્યારે પણ માસ પ્રમોશન અપાયું હતું ત્યારે અચાનક બદલાયેલી પરીસ્થિતિને ધ્યાને લઇને નિર્ણય કરાયો હતો, ઉપરાંત સરકારના નિર્ણયને કોર્ટમાં પણ પડકારાયો હતો. પરંતુ આ વર્ષે શરૂઆતથી જ પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ હોવાથી શિક્ષણ વિભાગે પૂર્વ તૈયારી કરવી જોઇએ, તેવો તજજ્ઞો નો મત છે ઓનલાઇન એજ્યુકેશન માં ઘણા બાળકો શિક્ષણથી વંચિત રહ્યાં છે. સરકારે હવે આ વર્ષ માટે માસ પ્રમોશનનો નિર્ણય તાત્કાલિક જાહેર કરવો જોઇએ. હવે સરકારે આવનારા શૈક્ષણિક વર્ષ માટેની તૈયારી શરૂ કરી દેવી જોઇએ. કારણ કે હજુ વેક્સિન આવી નથી, સ્કૂલો કયા મહિનામાં ખુલશે તેની માહિતી નથી. આ સ્થિતિમાં આવનારા વર્ષમાં વિદ્યાર્થીઓને સત્ર શરૂ થતાં જ કોર્સની માહિતી હોય તે જરૂરી છે,અને બાળકો ના શૈક્ષણિક કારકિર્દી નું પણ વિચારવું પડશે. આમ તજજ્ઞો ના મતે હવે આ વર્ષ માં માસ પ્રમોશન આપી આગળ ના વર્ષ ના પ્રત્યક્ષ શિક્ષણ માટે સરકારે અત્યારથીજ તૈયારીઓ કરવી પડશે.
