આજકાલ કોરોના ની મહામારી માં આદુનો ઉપયોગ આહાર માં લેવાથી વિશેષ ફાયદો કરાવે છે ઘણા લોકો શાક અને ચા માં પણ મસાલા તરીકે ઉપયોગ કરે છે. આદુ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. રોજ જમ્યા પેહલા આદુનો રસ કે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે. તેથી આ કોરોના કાળ અને શિયાળામાં જો આદુની વાનગી દરરોજ ખાવામાં આવે તો તેના સારા પરીણામો મળે છે ત્યારે કોરોના માં તેના વિશેષ ઉપયોગ ની સલાહ આપવામાં આવી છે આદુપાક બનાવવા માટે પ્રસ્તુત છે આ રેસિપી તો આજે જ બનાવો ફટાફટ આદુપાક
સામગ્રી- 250 ગ્રામ આદુ, 150 ગ્રામ ગોળ, 2 ચમચી ઘી, 4-5 ચમચી કાજુ બદામ પિસ્તાની કતરણ
બનાવવાની રીત – આદુની છોલી-ધોઈને એકદમ ઝીણું સમારી લેવું. તમે તેને છીણી પણ શકો છો. એક વાસણમાં ઘી મૂકી આદુને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવું. ત્યારબાદ તેમાં ગોળ નાખવો.
ગોળ ઓગળીને પરપોટા થવા માંડે એટલે ગેસ પરથી ઉતારી લેવું. તેમાં સમારેલાં કાજુ, બદામ નાખી ભેળવી લેવું. તેને ઠારીને ચોસલાં અથવા લાડુ વાળી લેવી. તૈયાર છે આદુ પાક.