સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના 172માં પાટોત્સવનું આયોજન તા.5ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. ભક્તો ઓનલાઇન મંદિરની વેબસાઇટ પરથી દર્શનનો લાભ લઇ શકશે. તેમ મંદિરના કોઠારીસ્વામીએ જણાવ્યું છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના 172માં વાર્ષિક પાટોત્સવનું આયોજન ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં મારૂતિ યજ્ઞ, પુજન, અભિષેક, દાદાનો ભવ્ય અન્નકૂટ વિગેરેના વિશિષ્ટ દર્શનનો લાભ હરિભક્તોને થશે. આ પ્રસંગે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહેશે. તેમજ ધામેધામથી સંતો પણ પધારશે. આ પ્રસંગે મંગળા આરતી સવારે 5-30, શણગાર આરતી સવારે 7-00, અભિષેક પુજા સવારે 8 કલાકે, અન્નકૂટ આરતી 11 કલાકે તેમજ પુર્ણાહૂતી બપોરે 11-30 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. તો મંદિરના મહંત પુરાણી સ્વામી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી, હરિપ્રકાશદાસજી, કો.સ્વામી વિવેકદાસજી તથા તમામ સંતમંડળ, પાર્ષદ મંડળ હાજર રહેશે. આ પ્રસંગ ના દર્શનનો ઘર બેઠાં ઓનલાઇન યુટ્યૂબ ચેનલ દ્વારા લઈ શકાશે.
સારંગપુર સ્થિત શ્રી હનુમાનજી દાદા નું અનેરૂ મહત્વ છે ત્યારે દાદા ના પાટોસત્વ માં મોટી સંખ્યા માં દર્શન નો લાભ લઇ રહ્યા છે.
