રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 10 દિવસમાં સંઘપ્રદેશ દમણમાં વલસાડ જિલ્લા અને દાનહ કરતા પણ સૌથી વધુ વરસાદ 45 ઇંચ વરસાદ નોંધાયો છે.
મધુબન ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાતા દમણગંગા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
ડેમમાંથી સતત પાણી છોડવાના કારણે વાપી, દમણ અને સેલવાસ દમણગંગા નદીના નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
અત્યાર સુધીમાં સિઝનના કુલ વરસાદ ઉપર નજર કરીએ તો સેલવાસમાં 828 મિમી એટલે કે 33 ઇંચ, ખાનવેલમાં 594 મિમી એટલે કે 23.76 ઇંચ જ્યારે દમણમાં સૌથી વધુ 1121 મિમી 45 ઇંચ વરસાદ નોંધાયો છે.
આમ સંઘ પ્રદેશમાં ચોમાસાની સિઝનનો અત્યારસુધીનો વરસાદ 45 ઇંચ કરતા વધુ પડી ચુક્યો છે અને સતત વરસી રહેલા વરસાદને પગલે
Monday, April 29