મહારાષ્ટ્રમાં એકનાથ શીંદેએ શિવસેના માંથી બળવો કરી ગુજરાતમાં ધામો નાખતા ખાસ કરીને સંજય રાઉત હવે રઘવાયા બન્યા છે અને તમામ ગુજરાતીઓ ઉપર દાઝ થઈ આવી હોય તેમ ગુજરાતને દાંડિયા રમવાનું સ્થળ ગણાવી રહયા છે અને હવે તેની આદત મુજબ ગુજરાતને ટાર્ગેટ કરવા ઉતરી પડયા તેમ ગુજરાતમાં ટોળકી દાંડિયા રમશે, પણ મહારાષ્ટ્રમાં તલવાર તલવારથી લડશે, એ નિશ્ચિત છે તેમ કહી આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરતા જેને કઈ રાજકારણ સાથે લાગતું વળગતું નથી તેવા ગુજરાતી નવી પેઢીમાં આ કાકા ના ભાષણના ઘેરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે તેઓ ઉંમરલાયક કાકાને ટ્રોલ કરી રહયા છે.
રાઉતે સામનાના માધ્યમથી લખ્યું કે મહારાષ્ટ્રમાં સત્તાની મજા નહીં ચાલે. કેન્દ્રીય સત્તાની મજા બતાવીને મહારાષ્ટ્રમાં તોડફોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે.
માતાનું દૂધ વેચનાર દીકરો શિવસેનામાં હોતો નથી, શિવસેના પ્રમુખ હંમેશા કહેતા હતા કે એવા લોકોજ શિવસેનામાં પેદા થવા જોઈએ જે શિવસેનાના નિયમો સમજે. શિવસેના માતા છે અને શપથ લઈને હવે રાજકારણ કરનારાઓએ માતાના દૂધનું બજાર શરૂ કર્યું છે અને તેના માર્કેટ માટે સુરતની પસંદગી કરવામાં આવી હતી.
તેઓએ કહ્યુ કે અગાઉ આજ પ્રકારે અઢી વર્ષ અગાઉ અજિત પવાર એપિસોડ શરૂ થયો હતો પણ તેમાં કોઈને સફળતા મળી ન હતી. હવે એ જ અશાંત આત્માઓ એકનાથ શિંદેને નિશાન બનાવી રહયા છે.
મહારાષ્ટ્ર બુધ્ધિશાળી લોકોનું રાજ્ય છે અને આજ કારણે મહારાષ્ટ્ર અન્ય રાજ્યો કરતા બે પગલાં આગળ રહે છે તેમ કહી રાજ્યો ઉપર નિશાન તાકી જાણે પોતે આખા મહારાષ્ટ્રનો નેઠો લીધો હોય તેવી મોટી ઉંમરે બડાશ મારતા નવી પેઢીમાં ભારે હાસ્યાસ્પદ લાગી રહયા નું ચર્ચાઈ રહ્યું છે.