રાજ્યમાં ફરી એકવાર લઠ્ઠાકાંડ સર્જાયો છે,દારૂબંધી નું પાલન કરવામાં નિષ્ફળ સરકાર હવે પોલીસને અડ્ડા બંધ કરાવવા સૂચના આપી છે.
અત્રે નોંધનીય છે કે સત્યડે દ્વારા અમદાવાદ સહિત લીમડી,ગોઝારીયા,મહેમદાવાદ, ડભોઇના નારીયા ગામ વગરે વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ અંગે લાઈવ કર્યું હતું અને સરકાર તેમજ પોલીસનું ધ્યાન દોર્યું હતુ બુટલેગરના ધંધા ઉપર રેડ કરી જીવ સટોસટની બાજી ખેલી સત્ય ઉજાગર કર્યું હતું આ દરમિયાન સત્યડે ના જાંબાઝ પત્રકારો ઉપર હુમલાના બનાવો પણ બન્યા હતા તેમછતાં સત્યડે એ પોતાની જવાબદાર મીડિયા તરીકેની ફરજ અદા કરી આવા લઠ્ઠાકાંડ સર્જતાં ધંધા બંધ કરવા સતત કવરેજ કરતા ન્યૂઝ આપ્યા હતા પરંતુ થોડા દિવસ બધું બંધ કરીને ફરી ભઠ્ઠીઓ ચાલુ થઈ જતી હોવાનું જણાયું હતું અને દારૂવાળા સત્યડે ના કેમેરા સામે ભરણ ભરતા હોવાનું પણ કબુલતા હોવાનું પણ ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યું હોવાછતાં કોઈ ખાસ ગંભીરતા નહિ દાખવતા આખરે ફરી એક વધુ લઠ્ઠાકાંડ સર્જાયો છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રોજીદ ગામના 5, ચદરવા ગામના 2 અને દેવગના ગામના 2 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે ધંધુકા તાલુકાના અણીયાલીના 2, આકરુંના 3, ઉચડી ગામના 2 સહિત 9 અને અન્ય 6 લોકોના મોત નીપજ્યા છે.
આ ઉપરાંત વેજળકા ગામે વધુ 2 લોકોનાં મોત તથા પોલારપુર ગામે 1નું મોત નીપજ્યું છે. અત્યાર સુધીમાં કુલ 27 લોકોનાં મોત થયા છે.
આ ઝેરી દારૂ બનાવવા 600 લીટર કેમિકલ સપ્લાય થયાનું સામે આવ્યું છે.
સત્યડે દ્વારા જનહિતમાં દેશી વિદેશી દારૂના ધંધા ચાલતા હોવાના લાઈવ દ્રશ્યો અગાઉ બતાવવામાં આવ્યા હતા પણ દારૂબંધીનો અમલ નહિ થતાં ઘટેલી દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે તે સવાલ ઉભો થયો છે.