સમગ્ર દેશમાં સૌ પ્રથમ સી પ્લેન માટે ગુજરાત ના અમદાવાદ અને કેવડિયા કોલોની ખાતે વોટર એરોડ્રમ બની રહ્યું છે જેણે સમગ્ર દેશના પ્રવાસીઓ નું ધ્યાન ખેંચ્યું છે. અહીં તૈયાર થઈ રહેલા વોટર એરોડ્રામ માટે 48 મીટર લાંબી, 9 મીટર પહોળી અને 1 મીટર થિકનેશ ધરાવતી જેટી તૈયાર કરાય રહી છે. હાલમાં એક જ સી પ્લેનનો ઉપયોગ થવાનો હોઈ જેટી 24 મીટરની રહેશે. કોંક્રીટથી તૈયાર થયેલી આ જેટી અંદરથી પોલી છે અને તેમાં વચ્ચે એક્સપાન્ડેડ પોલિસ્ટાયરિન (ઈપીએસ) ભરવામાં આવેલ છે જેથી જેટી લીજેક થાય ત્યારે પણ તેમાં પાણી ભરાશે નહિ અને તરતી જ રહે તે રીતે તૈયાર કરાઈ છે. જેટી માટે નદીમાં પાણીનું લેવલ ઓછામાં ઓછંુ 3 ફૂટ રાખવું પડશે. જેટીની ઊંચાઈ 1 મીટર છે જેમાંથી અડધી જેટી પાણીમાં રહેશે અને અડધી પાણીની ઉપર રહેશે. આ જેટીનું વજન 18000 કિલોગ્રામ છે અને તેની ઉપર 1200 વ્યક્તિ ઉભા રહી શકશે.સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી 31 ઓક્ટોબરથી સી-પ્લેન સેવા માટે આંબેડકર બ્રિજ પાસે ચંદ્રનગર રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રામ તૈયાર કરવાની કામગીરી ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (ગુજસેલ) કંપની દ્વારા ચાલી રહ્યું છે જે હવે પુર્ણતા ના આરે છે.
પ્લેનના સંચાલન માટે ઓપરેશનલ એરિયામાં જેટી (પ્લેટફોર્મ) તૈયાર કરવાની સાથે તેની પર આવવા જવા માટે ગેંગવે સાથે જોડી દેવામાં આવી છે. એજ રીતે પ્લેનના લેન્ડિંગ અને ટેકઓફ માટે નદીના પટમાં માર્કર મૂકી 2 કિલોમીટર લાંબો રનવે પણ તૈયાર કરાયો છે. જ્યારે વહીવટી સંચાલન માટે હાલ બે માળની ઓફિસ તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે જે લગભગ 15 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. આમ આ કાર્ય માં ઝડપ વધી છે અને આગામી સમય માં આ નઝારો માણી શકાશે લોકો માં આ માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
