સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવી રહયા છે અને કર્મચારીઓ તેમજ પેન્સનરો માટે મોંઘવારી ભથ્થું વધારવા ઠરાવ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો- ૨૦૧૬ હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર, સંદર્ભ (૨) માં દર્શાવેલ તા. ૨/૫/૨૦૨૨ ના સરકારી ઠરાવ અન્વયે રાજ્ય સરકારના
કર્મચારીઓ અને પેન્શનરોને તા. ૧૮૭૮૨૦૨૧ ની અસરથી૩૧% ના દરે મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે.
ભારત સરકારના તા. ૩૧/૩/૨૦૨૨, ઓફીસ મેમોરેન્ડમથી, કેન્દ્ર સરકારના કર્મચારીઓ કિસ્સામાં, તા. ૧/૧/૨૦૨૨ ની અસરથી
હાલમાં ચુકવવામાં આવતા મોંઘવારી ભથ્થાના ૩૧% ના દરમાં વધારો કરી ૩૪% ના દરે મોંઘવારી ભથ્થુ ચુકવવાનું ઠરાવવામાં આવેલ છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંધવારી
ભથ્થાના પ્રવર્તમાન ૩૧૪ ના દરમાં તા. ૧૪૧૪૨૦૨૨ ની અસરથી વધારો કરી, ૩૪૪ કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાના અંતે રાજ્ય સરકારના કર્મચારીઓ
અને પેન્શનરોના કિસ્સામાં નીચે દર્શાવ્યા મુજબના દરે મોંઘવારી ભથ્થુ મંજૂર કરવાનું ઠરાવવામાં
આવે છે.
નાણા વિભાગના તા. ૧૬/૮/૨૦૧૬ ના ઠરાવની જોગવાઇ અનુસાર રાજ્ય સરકારના નિર્ણય અનુસાર અન્ય હુકમો ન થાય ત્યાં સુધી મોંધવારી ભથ્થા સિવાયના અન્ય તમામ ભથ્થાઓ સુધાર્યા
પૂર્વેના એટલે કે છઠ્ઠા પગાર પંચ મુજબના પગાર માળખામાં મળતા પગાર અને દર મુજબ મળવાપાત્ર થશે.
કર્મચારીઓના કિસ્સામાં, ઑગષ્ટ-૨૦૨૨ માસથી ૩૪૪ મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સુચિત મોંધવારી ભથ્થાના તા. ૧/૧/૨૦૨૨ થી તા. ૩૧/૮૭૮૨૦૨૨
દરમ્યાનના કુલ સાત (સાત) માસના તફાવતની રકમ, કુલ ત્રણ હપ્તામાં, (૧) પ્રથમ હતો જાન્યુઆરી-૨૨ થી માર્ચ-૨૦૨૨ ના તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૨ ના પગારની સાથે,
એપ્રિલ-૨૦૨૨ થી જુન-૨૦૨૨ ના તફાવતની રકમ સપ્ટેમ્બર-૨૦૨૨ ના પગારની સાથે તથા જુલાઇ-૨૦૨૨ ના તફાવતની રકમ ઓક્ટોબર-૨૦૨૨ ના પગારની સાથે ચુકવવાની રહેશે.પેન્શનરોના કિસ્સામાં, ઓગષ્ટ-૨૦૨૨ માસથી ૩૪૪ મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પેન્શન સાથે નિયમિત રીતે તથા સુચિત મોંઘવારી ભથ્થાના તા. ૧/૧/૨૦૨૨ થી તા. ૩૧/૭/૨૦૨૨
દરમ્યાનના કુલ સાત (સાત) માસના તફાવતની રકમ, કુલ ત્રણ હપ્તામાં, (૧) પ્રથમ હપ્તો જાન્યુઆરી-૨૨ થી માર્ચ-૨૦૨૨ ના તફાવતની રકમ ઓગષ્ટ-૨૦૨૨ ના પેન્શનની સાથે,
એપ્રિલ-૨૦૨૨ થી જુન-૨૦૨૨ ના તફાવતની રકમ સપ્ટેમ્બર-૨૦૨૨ ના પેન્શનની સાથે તથા જુલાઇ-૨૦૨૨ ના તફાવતની રકમ ઓક્ટોબર-૨૦૨૨ ના પેન્શનની સાથે ચુકવવાની રહેશે,
રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તા. ૧/૧/૨૦૨૨ થી મળવાપાત્ર મોંધવારી ભથ્થુ તથા તફાવતની રકમ રોકડમાં ચૂકવવાની રહેશે.
રાજ્ય સરકારના પેન્શનરોને તા. ૧/૧/૨૦૨૨ થી મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ રોકડમાં ચૂકવવાની રહેશે.
મોંઘવારી ભથ્થામાં ૫૦ (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા
પ્રમાણે થશે અને ૫૦ (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં.
આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવી બિન સરકારી શાળાઓ/સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજુરીથી સાતમા પગારપંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે,
આ હુકમોનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ કર્મચારીઓ તેમજ કામ પુરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને
સાતમાં પગારપંચ મુજબ પગારસુધારણા મંજુર કરવામાં આવેલ છે તેમને મળવાપાત્ર થશે.
પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજુર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ, આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતું ખર્ચ તે શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે આ રીતે મંજુર કરેલ મોંધવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઇએ.
રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમાં પગારપંચ મુજબ પગાર સુધારણા થયેલ છે તેમને મળવાપાત્ર થશે.
આ હુકમો અખિલ ભારતીય સેવા (AIS) અધિકારીઓને પણ લાગુ પડશે.