સરકાર દ્વારા સરકારી સ્કૂલો તરફ વધુ ધ્યાન નહી આપતા હવે સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે વર્ષ 2020-21માં ગ્રામીણ વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુધારણા માટે રૂ. 51 કરોડનું બજેટ ફાળવવામાં આવેલ, જે સુધારેલ અંદાજમાં માત્ર રૂ. 15 કરોડ કરવામાં આવ્યું છે, જેથી સરકારને પ્રાથમિક શાળાઓ વધુને વધુ બંધ થાય તેમાં વધારે રસ હોય તેમ જણાય છે તેવું વિપક્ષ ના ગ્યાસુદીન શેખ દ્વારા જણાવાયુ હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2020-21માં રૂપિયા 250 કરોડની ફાળવણી કરવામાં આવેલ, જે વર્ષ 2021-22માં ઘટાડીને રૂ. 221 કરોડ કરવામાં આવી. યુનિવર્સિટી અને ઉચ્ચ શિક્ષણની સેવાઓ માટે વર્ષ 2020-21 કરતાં વર્ષ 2021-22માં રૂ. 300 કરોડ કરતાં વધુ રકમનો ઘટાડો કરવામાં આવ્યો છે. મધ્યાહન ભોજન યોજનામાં રૂ. 67 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે.
આમ સરકાર ની નીતિ ને લઈ હવે ગરીબ અને મધ્યમ વર્ગ માટે મફત માં મળતું શિક્ષણ બંધ થઈ રહ્યું છે સમય સાથે સુધારણા લાવવા માટે પ્રયાસો નહિ થતા આ સ્થિતિ ઉભી થઇ છે.
અમદાવાદમાં મનપા ની કેટલીક શાળા માં અંગ્રેજી શાળા નો વિકલ્પ આવકાર દાયક રહ્યો છે સરકારી શાળામાં પૂરતો સ્ટાફ અને સગવડો ના અભાવે આ સ્થિતિ ઉદભવી છે.
