વિધાનસભા માં વિપક્ષ દ્વારા સરકાર ગરીબો ને રાહત આપવાના બદલે 39 રૂપિયા માં ખરીદેલી દાળ 61 રૂપિયા માં વેંચતા હોવાનો પુરાવા સાથે ખુલાસો કરાતા સરકાર ને જવાબ આપવો મોંઘો થઈ પડ્યો હતો અને સરકાર ફસાતા મુખ્યમંત્રી રૂપાણી આખરે કેબિનેટ મંત્રી અને સચિવ સામે ધૂંવાપૂંઆ થઈ ગયા હતા.
વિધાનસભામાં વિપક્ષ સતત બીજા દિવસે વેધક નિશાન તાક્યું હતું. વિપક્ષે ગરીબોને અપાતી તુવેરદાળમાં સરકાર નફાખોરી કરતી હોવાના મુદ્દે પુરાવા રજૂ કરતા સરકાર બચાવની ભૂમિકામાં આવી ગઇ હતી. કોંગ્રેસના સભ્યોના પુરાવા સાથેના પ્રશ્નો સામે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અટવાઇ જતાં ખુદ સીએમ વિજય રૂપાણીએ મોરચો સંભાળવો પડ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પ્રશ્ન ઉઠાવ્યો કે સરકાર પ્રતિ કિલો રૂ. 39 ભાવે તુવેર દાળની ખરીદી કરે છે અને ગરીબોને 61 રૂપિયામાં વિતરણ કરે છે તો કિલોએ 22 રૂપિયા લેખે ગરીબો પાસેથી નફાખોરી કરે છે. સરકારે પ્રથમ તો દાળની ખરીદી કરાતી હોવાનો ઇન્કાર કર્યો હતો. બીજીતરફ કોંગ્રેસના શૈલેષ પરમારે પુરવઠા નિગમનો દાળની ખરીદીના ભાવ સ્પષ્ટ રીતે દર્શાવતો ઠરાવ પુરાવા રૂપે રજૂ કર્યો હતો. ધાનાણીએ કહ્યું કે પરિપત્રને મહિનો પણ થયો નથી છતાં તમે આ વાત સ્વીકારતા નથી, કઇ સરકાર મલાઇ ખાઇ જાય છે? ધાનાણીના ઉચ્ચારણ સાથે જ મુખ્યમંત્રી સહિત બંને પક્ષના તમામ નેતા ઉભા થઇ ગયા ગયા. વિપક્ષે દાળમાં કંઇક કાળું છે એવા સૂત્રોથી ગૃહ ગજવ્યું હતું.
અપૂરતી તૈયારીને કારણે સચિવ જવાબ મોકલી ન શકતા અને મંત્રી રાદડીયા જવાબ આપી ન શકતાં વિપક્ષના આક્રમણ સામે સરકાર ઘેરાઇ ગઇ હતી.
આમ જનતા સાથે સરકાર જે કરી રહી છે તે સ્માર્ટનેસ બહાર આવી જતા હવે ખુલ્લું પડી ગયું છે કે જનતા પાસે કઈ રીતે પૈસા વસુલ કરવા તેજ માત્ર સરકાર નો ટાર્ગેટ હોવાનું ખુલ્લું પડ્યું છે. માસ્ક અભિયાન,હેલ્મેટ અભિયાન,પેટ્રોલ-ડીઝલ ના ભાવ વધારો વગરે બાબત ને લઈ જનતા માં નિરાશા જન્મી છે.