કોરોના ના લોકડાઉન માં લોકો બેહાલ થઈ ગયા છે અને બીજા વર્ગ ને તો કોઈ ફાયદો સરકાર આપી શકી નથી પણ ગરીબ વર્ગ ને મફત અનાજ આપવાની સરકાર ની યોજના માં પણ ઠેકાણા નથી અને જાહેરાત માં દર્શાવતા સગર્ભા મહિલાઓ ને પણ પોષક આહાર મળ્યો નથી , કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન સમય એપ્રિલ, મે અને જૂનમાં ગરીબો માટેની મફત અનાજની યોજનાનો લાભ ગુજરાત આખા માં કેટલા ને મળ્યો અને કેટલા ને નહિ પરંતુ માત્ર અમદાવાદ માં કેટલા લોકો ને લાભ મળ્યો તે અંગે ના થયેલા સર્વે માં અમદાવાદ ની વાત કરવામાં આવેતો અહીં 37 ટકા પરિવારોને આ અનાજ નો કોઈ લાભ મળ્યો ન હોવાનો CISHAA(સિટિઝન્સ ફોર શેલ્ટર એન્ડ હાઉસિંગ એલાઈન્સ)ના સર્વેમાં ખુલાસો થયો છે. જેમાં મુખ્યત્વે રેશનકાર્ડ ને લગતી સમસ્યા અને અનાજ વિતરણની દુકાનો બંધ હોવાથી કે જથ્થો ના હોવાના કારણો બતાવવા માં આવી રહ્યા નું સપાટી ઉપર આવ્યું છે. આ ઉપરાંત ગરીબોને મફત અનાજ માટેના ફોર્મ ભરવાની કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી હતી જેમાં સંપૂર્ણ કામગીરી ના થતા ગરીબો અનાજ વિના રહી ગયા હતા.
વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા શહેરમાં આવેલી ઝૂંપડપટ્ટી અને ઓછી આવક ધરાવતા પરિવારના વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો. અલગ અલગ વિસ્તારમાં ઘેર ઘેર જઈને કરવામાં આવેલા આ સર્વેમાં ગરીબો ને સરકાર નું કોઈ રાશન મળ્યું નથી તેવા પરિવારોમાં સૌથી વધુ મુસ્લિમ અને દલિત પરિવાર હોવાનું જણાયું છે. ગુજરાત સરકારે એપ્રિલ, મે અને જૂન મહિનામાં જાહેર વિતરણ પ્રણાલી પ્રમાણે ગરીબ પરિવારોને મફત રાશન આપવાની જાહેરાત કરી હતી. આ રાશન અંત્યોદય તેમજ ગરીબીની રેખા નીચે આવતા જરિયાતમંદ પરિવારોને આપવાનું થતું હતું. જેમાં રેશનકાર્ડ અને બિન રેશનકાર્ડના પરિવારો હતા.
સંસ્થાના સભ્યો એ શહેરમાં અલગ અલગ વોર્ડમાં જઈ ને 7959 ઘરોનો સર્વે કર્યેા હતો આ પરિવારોમાં 32 ટકા ઉચ્ચજાતિના હિન્દુ, 35 ટકા મુસ્લિમ, 9 ટકા OBC, 18 ટકા SC અને 5 ટકા ST જાતિના હતા. સરકારનું રેશન મેળવનારા સમુદાયો પૈકી SC જાતિને 15 દિવસ, મુસ્લિમને 16 દિવસ, OBCને 18 દિવસ અને ઉચ્ચ હિન્દુ જાતિને 29 દિવસ નક્કી કરવામાં આવ્યા હતા. સિટીઝન ફોર શેલ્ટર એન્ડ હાઉસિંગ એલાયન્સના બેનર નીચે આ સર્વે કરવામાં આવ્યો છે જેમાં સેપ્ટ યુનિવર્સિટીના પ્રોફેસરો સહિત ના જાગૃત નાગરિકો પણ સામેલ હતા.
આ રિપોર્ટમાં મહત્વની બાબત એવી સામે આવી છે કે લોકડાઉન દરમ્યાન સગર્ભા મહિલાઓને કોઈ પોષક આહાર મળ્યો નથી. સર્વેક્ષણમાં માલૂમ પડું છે કે 759 ઘર પૈકી 567 ઘરમાં રેશનકાર્ડ છે. 195 ઘર એવાં છે કે જેમની પાસે રેશનકાર્ડ નથી, કારણ કે તેઓ ભાડૂઆત છે. રેશનકાર્ડ ધરાવતા પરિવારમાં 129 ઘર એવાં હતા કે જેમને સરકાર તરફથી મફતમાં રાશન મળ્યું નથી. આ વર્ગમાં 18.7 ટકા APL કેટેગરીના હતા. 3.9 ટકા BPL અને 0.2 ટકા અંત્યોદય કેટેગરીના હતા.
સર્વેમાં જણાવ્યા અનુસાર રાશન નહીં મળવાના અન્ય કારણમાં લોકડાઉન દરમિયાન રાશનની દુકાનો ખૂબ ઓછા સમય માટે ખુલી હતી. મોટેભાગે આ દુકાનો બંધ હતી તેથી તમામ લોકોને રાશન મળી શક્યું નથી. કેટલીક રાશનની દુકાનમાં અનાજ અને અન્ય જથ્થો સમયસર આવી શક્યો ન હતો. કેટલીક જગ્યાએ ગરીબોને આપવાના થતાં રાશનના કાળાબજાર થતાં હતા. બીજી મહત્વની બાબત એવી છે કે સરકારે રેશનકાર્ડ નહીં ધરાવતા પરિવારોની યાદી બનાવવા માટે શિક્ષકોને રોક્યાં હતા. એક શિક્ષકને 100 ફોર્મ આપવામાં આવ્યા હતા તેથી તે શિક્ષક તમામ પરિવારો સુધી પહોંચી શક્યો નથી. આમ સરકાર જાહેરાતો માં આંકડા ની માયાજાળ બતાવી જાહેરાતો તો મોટીમોટી કરે છે પરંતુ ગ્રાઉન્ડ પર તેનો લાભ મળતો નહિ હોવાનો આ ચોંકાવનારો સર્વે છે અને મોંઘવારી માં લોકો ના હાલ બેહાલ થઈ ગયા છે.
