ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલ સુરતની ખાનગી બસ ખીણ માં પડતા સંપર્ક તૂટયો હોવાની વાત સામે આવી રહી છે.
સુરતના 50 થી વધુ પ્રવાસીઓ ભેરલ બસ સાપુતારા માલેગાંવ ખીણ માં ખાબકી હોવાની માર્ગમકાન અને પ્રવાસન વિભાગ મંત્રી પુરણેશ મોદી એ watap વોઇસ મેસજ મારફત માહિતી આપવા સાથે તેઓએ તમામ કાર્યકરો ને મુસાફરોની મદદે પહોચવા કરી અપીલ કરી છે.
સુરતથી 50 મુસાફરો ભરેલી બસ ખીણ માં ખાબકતા ભારે દોડધામ મચી ગઇ છે.
ઘટનાની જાણ થતા પોલીસ અને રેસ્ક્યૂ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. રેસ્ક્યૂ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે અને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે
પ્રાપ્ત અહેવાલો અનુસાર સવારે 50થી વધુ મહિલાઓને લઈને બસ સાપુતારા પ્રવાસે આવી હતી. જો કે, સાંજે પરત સુરત ફરતી વખતે બસ માલેગાવ ઘાટ પાસે ખીણમાં ખાબકી હતી.
આબસમાં તમામ મહિલા મુસાફર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.