સાબરકાંઠા જિલ્લામાં આકાશ વાદળોથી ઘેરાયુ છે અને ઠંડા પવનો સાથે વરસાદની સંભાવના ઉભી થઇ છે હાલ શિયાળો અંતિમ તબક્કામાં છે ત્યારે વાતાવરણમાં બદલાવ જોવા મળતા મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહયા છે.
રાજ્યમાં ફરી માવઠું થવાની શકયતા માત્રથી ખેડૂતો ફફડી ઉઠ્યા છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને આકાશમાં વાદળો ચડી આવતા 12 દિવસ બાદ ફરી કમોસમી વરસાદ થવાની શકયતા ઉભી થતાં ખેડૂતોની ચિંતા પ્રસરી છે.
હિંમતનગરમાં આજે વહેલી સવારથી જ આકાશમાં વાદળો ચડી આવ્યા છે અને ઠંડા પવન ફૂંકાવાના શરૂ થયા છે, જેને લઈને ઠંડી નું મોજું ફરી વળ્યું છે. મહત્વનું છે કે જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં બે દિવસ માવઠું અને પવન ફૂંકાતા ઘઉંનો પાક ખેતરમાં આડા પડી ગયા હતા. ત્યારબાદ આજે ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતઓમાં ચિંતા જોવા મળી રહી છે.