આજના હાઈટેક યુગ માં હવે રેડીઓ ભલે માત્ર જૂની પેઢી નું મનોરંજન માટે નું સાધન ગણાય પણ જેલ માં તો એ હવે આવી રહ્યું છે અને જેલમાં રેડિયા ની શરૂઆત થશે, ગાંધીજયંતીના આજના દિવસે ગુજરાતમાં સૌપ્રથમવાર જેલમાં રેડિયોની શરૂઆત કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ માટે અને કેદીઓ દ્વારા ચાલતા પ્રિઝન રેડિયોની શરૂઆત કરાશે. રેડિયોમાં તેમને જરૂરી માહિતી અને મનોરંજન પૂરાં પડાશે. આ રેડિયોના પ્રોગ્રામ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે. રેડિયો દ્વારા કેદીઓને કાયદાકીય બાબતો સમજાવવામાં આવશે. આમ હવે રેડિયો જેલમાં પહોંચ્યો છે અને ભૂલાતા જઈ રહેલા રેડિયો ને ચાલુ રાખવા સહિત માહિતી મલિ રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
અગાઉ જયારે ટીવી પણ ન હતા ત્યારે લોકો રેડિયો ઉપર ફિલ્મી ગીતો,સમાચાર ઇમરજન્સી સરકાર ના સંદેશાઓ રેડિયો મારફતે સાંભળતા હતા ત્યારે આખી દુનિયા રેડિયો ની દિવાની હતી પણ સમય જતા ટીવી,મોબાઈલ ના જમાના માં રેડિયો નું ચલણ ઘટ્યું છે ત્યારે જેલ માં કેદીઓ માટે રેડિયો ચાલુ થશે.
