રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે મોટાભાગની નદીઓ બેકાંઠે વહી રહી છે ત્યારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં પણ પુર આવતા ઈડરમાં આવેલું શ્રી સપ્તેશ્વર મહાદેવ મંદિર અડધું પાણીમાં ગરક થયું છે.
પાણીનો પ્રવાહ હજુ વધેતો મંદિર આખું પાણીમાં પણ ગરકાવ થવાની ભીતિ સેવાઈ રહી છે,ધરોઈ ડેમ ફુલ થવાથી પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.
દરમિયાન ઇડરના કાંઠા વિસ્તારમાં વહેતી સાબરમતી નદીમાં ઘોડાપૂર આવતા અહીં શ્રી સપ્તેશ્વર મંદિરની આગળનો કુંડ અને ગર્ભ ગૃહ પાણીમાં ડૂબી ગયા હતા અને હજુપણ પાણીનો પ્રવાહ ચાલુ હોય આખું મંદિર ડુબવાનો ભય ઉભો થયો છે.