સુરત શહેરમાં હવે કોરોનાની સ્થિતિ સુધરી રહી છે. અત્યાર સુધી ત્યાં કૂલ 33181 પોઝિટિવ કેસમાંથી 30102 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રિકવરી રેટ 90.71 ટકાએ પહોંચી ગયો છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ સતત 17 દિવસથી ઘટી રહી છે. ગુરુવારે 2105 એક્ટિવ કેસ હતા. બુધવારે 2161 એક્ટિવ કેસ હતા.
શુક્રવારે એક્ટિવ દર્દીઓની સંખ્યા 2100ની નીચે જઇ શકે છે. દરરોજ સાજા થનાર દર્દીઓની સંખ્યા નવા કેસની તુલનાએ વધારે છે. એટલુ જ નહીં મૃત્યુ પણ દરરોજના 2થી 3 જેટલી થઇ રહી છે. ગુરુવારે શહેરમાં 178 અને ગ્રામીણ વિસ્તારમાં 124 એટલે કે 302 દર્દી સાજા થયા છે. સાજા થનાર દર્દીઓમાં 22111 શહેરના છે જ્યારે 7991 ગ્રામીણ વિસ્તારના છે.
4 ટેક્સટાઇલ વેપારી, બ્રોકર, વિદ્યાર્થીઓ, કારપેન્ટર, અઠવા પોલીસ સ્ટેશનમાં કોમ્પ્યુટર ઓપરેટર, મોબાઇલ શોપવાળા, એકાઉન્ટન્ટ, કતારગામ, પોલીસ સ્ટેશનના એએસઆઇ, સ્મીમેરના લેબ ટેકનિશિયલ, બેન્ક કર્મચારીઓ, ડાયમંડ બ્રોકર, સ્મીમેરના ડોક્ટર, રત્ન કલાકાર, સ્મીમેરની આયા, સિવિલ હોસ્પિટલના ડોક્ટર વગેરે સહિત શહેરમાં 176 અને ગ્રામીણમાં 72 એટલે કે 249 નવા કેસ સામે આવ્યા છે.
અત્યાર સુધી કોરોનાના 33181 કેસ સામે આવ્યા છે. તો શહેરના બે દર્દીઓની સારવાર દરમિયાન મોત થયા છે. અત્યાર સુધી કૂલ મૃત્યુઆંક 974 સુધી પહોંચી ગયો છે. જ્યારે શહેરના 178 અને ગ્રામીણના 124 એટલે કે 302 દર્દી સાજા થઇ ઘરે ગયા છે. અત્યાર સુધી 30102 દર્દી સાજા થયા છે.