રાજ્યમાં હાલ ચુંટણીઓ અગાઉ તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે અને નેતાઓ પોત પોતાના મત વિસ્તારમાં ફરી જનતાનો મૂડ જાણી રહયા છે તેઓની સમસ્યાઓ પૂછી રહયા છે ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુરતમાં વહેલી સવારે પોતાના વિધાનસભા મત વિસ્તારમાં જોગસ પાર્કની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની સમસ્યાઓ અને અસુવિધાઓ જાણવાનો પ્રયાસ કર્યો હતો અને ચર્ચા કરી હતી.
દરમિયાન મંત્રી અચાનક જોગસ પાર્કમાં આવેલાં એક વડના ઝાડની વડવાઈ પકડીને હીંચકે ચડ્યા હતા. હર્ષ સંઘવીએ બાળપણની યાદ તાજી કરી વડની વડવાઈ પર લટકી કાર્યકરો સાથે મસ્તી પણ કરી હતી.
સુરતમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ખુબજ ખુશ જોવા મળ્યા હતા અને પોતાના મત વિસ્તાર મજુરા વિધાનસભા વિસ્તારની મુલાકાત દરમિયાન બાળપણની યાદ તાજી કરી હતી.
હર્ષ સંઘવીએ નવા બનેલા વોક-વે અને જોગર્સ પાર્કની મુલાકાત દરમિયાન આ વિસ્તારમાં વિકાસના કામો અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરી હતી.
