સુરત શહેરમાં આંખ આવવાના રોગમાં અચાનક વધારો થઈ ગયો છે પરિણામે મેડિકલ સ્ટોર પર આંખના ટીપાનું વેચાણ 10 ગણું વધી ગયું છે અને અત્યાર સુધીમાં રૂ. 4થી 5 કરોડના ટીપા વેચાઈ ચૂક્યા છે
મેડિકલ સ્ટોર્સ પર આંખના ટીપા અને એન્ટીબાયોટિકનું વેચાણ વધ્યું છે.
શહેરમાં રોજના અંદાજે 5થી 7 હજારના આંખના ટીપા વેચાઇ રહ્યા છે.
સુરતમાં જનરલ ફિઝિશિયન કે આંખના ડોક્ટરોને ત્યાં મોટાભાગના પેશન્ટ આંખ આવવાના જ કિસ્સામાં દવા લેવા આવી રહયા છે, દવાની સાથે હાલ લોકો ડોક્ટરોની કન્સલ્ટન્સી ફી પણ મોટાપાયે ચૂકવી રહ્યા છે.
હાલમાં વરસાદ અને ભેજયુક્ત વાતા રણને કારણે આંખમાં કન્જકીવાઇરસ રોગનું પ્રમાણ વધી રહ્યું છે આ રોગમાં દર્દીએ આંખમાં બળતરા ,ખજવાળ,આંખ લાલ થવું અથવા સોજો આવવા જેવી સમસ્યા જોવા મળી રહી છે.
ત્યારે સુરતમાં આ રોગે દેખા દેતા અનેક દર્દીઓ હોસ્પિટલમાં ઉભરાઈ રહયા છે.
સુરત બાદ ભાવનગર શહેર અને જિલ્લામાં પણ આંખનો એડીનો વાયરસ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ આંખના ચેપી રોગે વડીલો અને બાળકોમાં પણ ભરડો લીધો છે અહીં ઝડપથી આ એડીનો વાયરસ ફેલાઈ રહ્યો છે. સામાન્યતઃ ચોમાસાની ઋતુમાં ઉદભવી ફેલાતા આંખના ચેપી રોગે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ભરડો લીધો હોય તંત્ર એલર્ટ થઈ ગયું છે.